એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ મંદાકિનીનો પહેલો પોસ્ટર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ ભારતીય સિનેમામાં કમબૅક કરી રહી છે અને..
પ્રિયંકા ચોપરાનો મંદાકિની લુક
એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ મંદાકિનીનો પહેલો પોસ્ટર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ ભારતીય સિનેમામાં કમબૅક કરી રહી છે અને એનાં પોસ્ટરને દર્શકો તરફથી મળેલો પ્રતિસાદ નોંધપાત્ર રહ્યો છે.
પોસ્ટર રિલીઝ થયા બાદ માત્ર 24 કલાકમાં એક્સ (પહેલા ટ્વિટર) પર કરોડો વ્યૂઝ મળ્યા. મળતાં આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં પોસ્ટરને 11 મિલિયનથી વધુ વ્યૂઝ, 2.56 લાખથી વધુ લાઇક્સ, 46 હજારથી વધારે રીટ્વીટ અને 10 હજાર જેટલા પ્રતિભાવ મળ્યા. સોશિયલ મીડિયા પર ફિલ્મ સંબંધિત હૅશટૅગ્સ પણ ટ્રેન્ડ થયા. #Mandakini હૅશટૅગ પર 2.20 લાખથી વધુ ટ્વીટ, #PriyankaChopraIsBack પર 1.80 લાખ, #GlobeTrotter પર 1.80 લાખ ટ્વીટ કરવામાં આવ્યા છે આ સિવાય પ્રિયંકાના લોકપ્રિય #DesiGirl હૅશટૅગે પણ ફરી એક વાર સોશિયલ મીડિયામાં સ્થાન મેળવ્યું છે. કુલ મળીને, ફિલ્મ અને પ્રિયંકાને લઈને થયેલી ઑનલાઇન ચર્ચાએ 115 મિલિયનથી વધુ ઇમ્પ્રેશન્સ મેળવ્યા, જે આ વર્ષે કોઈ ભારતીય અભિનેત્રીને મળેલા સૌથી વધુ પ્રતિસાદમાં સૌથી વધારે છે.
ADVERTISEMENT
Instagram પર પણ મંદાકિનીના પોસ્ટરને મોટો પ્રતિભાવ મળ્યો. પોસ્ટરે 30 લાખથી વધુ લાઇક્સ, 35 હજારથી વધુ કોમેન્ટ્સ, 14 હજાર રિપોસ્ટ્સ, અને 1.78 લાખથી વધુ શેર મેળવ્યા. પ્રિયંકા ચોપરાના વૈશ્વિક ફેન્સે પોસ્ટરને ખાસ નોંધ્યું અને ફિલ્મ અંગે ઉત્સુકતા વ્યક્ત કરી. વિશ્વભરના ફેન્સે પ્રિયંકા ચોપરાની ભારતીય સિનેમામાં વાપસીનું સ્વાગત કર્યું છે. ઘણા યુઝર્સે તેમની જૂની ફિલ્મો અને પાત્રોને યાદ કર્યા, જ્યારે કેટલાકે મંદાકિનીમાં તેમના એક્શન આધારિત લુકને લઈને અલગ ઉત્સાહ દર્શાવ્યો. સોશિયલ મીડિયા પર પ્રિયંકાને લઈને ચાલેલી ચર્ચા કલાકો સુધી ટ્રેન્ડિંગમાં રહી. ફિલ્મનો અંદાજ, પ્રિયંકાનો લુક અને રાજામૌલીનું દિગ્દર્શન—આ ત્રણેય બાબતો મળીને મંદાકિની પ્રત્યે દર્શકોની અપેક્ષા વધારે રહી છે. ફિલ્મ સંબંધિત વધુ માહિતી હજુ બહાર આવી નથી, પરંતુ માત્ર પોસ્ટર રિલીઝથી જ ફિલ્મે સોશિયલ મીડિયા પર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.
પ્રિયંકા ચોપરાની ભારતીય સિનેમામાં વાપસી અને મંદાકિનીના પોસ્ટરને મળેલા પ્રતિસાદને જોતા, ફિલ્મની જાહેરાત આગામી મહિનાઓમાં વધુ ચર્ચાનો વિષય બની રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપડા એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘ગ્લોબટ્રૉટર’ સાથે ભારતીય ફિલ્મોમાં ૬ વર્ષ પછી પાછી ફરી રહી છે. તેણે ગઈ કાલે આ ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો અને Ask Me Anything (AMA) સેશનમાં ફૅન્સ સાથે વાતો પણ કરી હતી. આ સેશનમાં તેણે રાજામૌલીની આ ફિલ્મમાં લીડ હીરો તરીકે મહેશબાબુ સાથે પોતે હોવાનું કન્ફર્મેશન પણ આપ્યું હતું. ફિલ્મનું ‘ગ્લોબટ્રૉટર’ નામ ટેમ્પરરી છે, જે પાછળથી બદલાશે.


