સુપરસ્ટાર રજનીકાન્ત ૭૫ વર્ષની ઉંમરે પણ સતત ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે, તો બીજી તરફ તેમની વધતી જતી ઉંમર અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે હવે તેમના રિટાયરમેન્ટની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
રજનીકાંત
સુપરસ્ટાર રજનીકાન્ત ૭૫ વર્ષની ઉંમરે પણ સતત ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે, તો બીજી તરફ તેમની વધતી જતી ઉંમર અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે હવે તેમના રિટાયરમેન્ટની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં તામિલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેમની પાસે જેટલા પ્રોજેક્ટ છે એ આટોપાઈ જાય એ પછી રજનીકાન્ત નિવૃત્ત થઈ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં રજનીકાન્ત ચાર ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. રજનીકાન્તની એક ફિલ્મ કમલ હાસન સાથે છે અને કહેવાય છે કે આ મલ્ટિસ્ટારર ફિલ્મ પછી રજનીકાન્ત નિવૃત્ત થવાની યોજના બનાવી રહ્યા છે.


