બધી સ્કૂલોએ તેમનાં લિસ્ટ ઑફ કૅન્ડિડેટ્સ (LOC) સબમિટ કરી દીધા છે એટલે ફાઇનલ એક્ઝામનું ટાઇમટેબલ નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP-2020) મુજબ બહાર પાડવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા દસમા અને બારમા ધોરણની પરીક્ષાની તારીખ અને ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યાં છે. ૨૦૨૬ની ૧૭ ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. અગાઉ ૨૪ સપ્ટેબરે CBSEએ એક્ઝામ માટે ટેન્ટેટિવ ડેટ જાહેર કરી હતી, જેથી સ્ટુડન્ટ્સ તૈયારીઓ શરૂ કરી શકે.
બધી સ્કૂલોએ તેમનાં લિસ્ટ ઑફ કૅન્ડિડેટ્સ (LOC) સબમિટ કરી દીધા છે એટલે ફાઇનલ એક્ઝામનું ટાઇમટેબલ નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP-2020) મુજબ બહાર પાડવામાં આવ્યું છે. ટેન્થની એક્ઝામ ૧૭ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી ચાલશે અને બારમા ધોરણની એક્ઝામ ૯ એપ્રિલ સુધી ચાલશે. ૩૦ ઑક્ટોબરે પરીક્ષાના ૧૧૦ દિવસ અગાઉ ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહે.


