Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દી રામાયણએ નોંધાવ્યો સૌથી વધારે ૧૭૫.૨૫ કરોડનો પ્રી-દિવાળી બિઝનેસ

હિન્દી રામાયણએ નોંધાવ્યો સૌથી વધારે ૧૭૫.૨૫ કરોડનો પ્રી-દિવાળી બિઝનેસ

Published : 10 November, 2026 07:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રામાયણ’ની હિન્દી આવૃત્તિએ દિવાળી પહેલાંના સમયગાળામાં જ ભારતમાં બૉક્સ-ઑફિસ પર શાનદાર ૧૭૫.૨૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મે ગુરુવારથી રવિવાર સુધીના લાંબા ઓપનિંગ વીકએન્ડમાં આ જંગી કમાણી નોંધાવી છે.

હિન્દી રામાયણએ નોંધાવ્યો સૌથી વધારે પ્રી-દિવાળી બિઝનેસ

હિન્દી રામાયણએ નોંધાવ્યો સૌથી વધારે પ્રી-દિવાળી બિઝનેસ


‘રામાયણ’ની હિન્દી આવૃત્તિએ દિવાળી પહેલાંના સમયગાળામાં જ ભારતમાં બૉક્સ-ઑફિસ પર શાનદાર ૧૭૫.૨૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મે ગુરુવારથી રવિવાર સુધીના લાંબા ઓપનિંગ વીકએન્ડમાં આ જંગી કમાણી નોંધાવી છે. આ કોઈ પણ ફિલ્મની હિન્દી આવૃત્તિ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રી-દિવાળી બિઝનેસ છે. ફિલ્મ માટે લાંબા વીકએન્ડમાં શનિવાર સૌથી વધુ કમાણી કરનારો દિવસ સાબિત થયો હતો, જ્યારે લક્ષ્મીપૂજાના શુભ મુહૂર્ત અને ત્યાર બાદ શરૂ થયેલી દિવાળીની ઉજવણીને કારણે રવિવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
હવે ‘રામાયણ’ની કમાણી એક નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહી છે. દિવાળી પછીના આગામી દિવસો દરમ્યાન ફિલ્મને મોટી કમાણી થવાની અપેક્ષા છે. જો આવું થશે તો આ ફિલ્મ રેકૉર્ડ કમાણી સુધી પહોંચી શકે છે. 

રામાયણનું ઓપનિંગ વીકએન્ડનું બૉક્સ-ઑફિસ કલેક્શન 



ગુરુવાર : ૪૭ કરોડ રૂપિયા


શુક્રવાર : ૩૮.૨૫ કરોડ રૂપિયા

શનિવાર : ૫૩ કરોડ રૂપિયા


રવિવાર : ૩૭ કરોડ રૂપિયા

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK