Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૪ કરોડ રૂપિયાના ઓપનિંગ સાથે મર્દાની 3એ અગાઉની બન્ને મર્દાનીને પાછળ છોડી

૪ કરોડ રૂપિયાના ઓપનિંગ સાથે મર્દાની 3એ અગાઉની બન્ને મર્દાનીને પાછળ છોડી

Published : 01 February, 2026 10:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશરાજ ફિલ્મ્સની મર્યાદિત સ્ક્રીન્સ અને નિયંત્રિત શોની રિલીઝ સ્ટ્રૅટેજી સાથે આવેલી ફિલ્મ ‘મર્દાની 3’એ બૉક્સ-ઑફિસ પર અપેક્ષા કરતાં વધુ સારી શરૂઆત કરી છે

રાની મુખરજી ‘મર્દાની 3’માં ફરી એક વખત શિવાની શિવાજી રૉયના પાત્રમાં પાછી આવી છે

રાની મુખરજી ‘મર્દાની 3’માં ફરી એક વખત શિવાની શિવાજી રૉયના પાત્રમાં પાછી આવી છે


રાની મુખરજીની ‘મર્દાની 3’એ બૉક્સ-ઑફિસ પર આત્મવિશ્વાસભરી શરૂઆત કરી છે. આ ફિલ્મે અંદાજે ૪ કરોડ રૂપિયાની ઓપનિંગ કમાણી કરી છે. યશરાજ ફિલ્મ્સની મર્યાદિત સ્ક્રીન્સ અને નિયંત્રિત શોની રિલીઝ સ્ટ્રૅટેજી સાથે આવેલી ફિલ્મ ‘મર્દાની 3’એ બૉક્સ-ઑફિસ પર અપેક્ષા કરતાં વધુ સારી શરૂઆત કરી છે. મહત્ત્વની વાત એ છે કે ફિલ્મે ફ્રૅન્ચાઇઝીની પહેલી બે ફિલ્મોની સરખામણીમાં વધારે ઓપનિંગ નોંધાવ્યું છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો ‘મર્દાની’નું ઓપનિંગ કલેક્શન ૩.૪૬ કરોડ રૂપિયા, ‘મર્દાની 2’નું ઓપનિંગ કલેક્શન ૩.૮૦ કરોડ રૂપિયા અને ‘મર્દાની 3’નું ઓપનિંગ કલેક્શન ૪ કરોડ રૂપિયા નોંધાયું છે.

મારી રાની મર્દાનીને મારા તરફથી ઘણી શુભેચ્છા: શાહરુખ ખાને ખાસ મિત્ર રાની મુખરજીનું મનોબળ વધે એવો સંદેશ મોકલ્યો



રાની મુખરજી લેટેસ્ટ ‘મર્દાની 3’માં ફરી એક વખત શિવાની શિવાજી રૉયના પાત્રમાં પાછી આવી છે. સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર આ ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમ્યાન રાનીના ખાસ મિત્ર શાહરુખ ખાને આ ફિલ્મ માટે રાનીનું મનોબળ વધાર્યું છે. શાહરુખે પોતાના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેણે રાનીની પ્રશંસા કરી છે અને ફિલ્મમાં તેની અભિનયક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પોતાની પોસ્ટમાં શાહરુખે લખ્યું છે, ‘હૃદયથી લખી રહ્યો છું... મારી રાની ‘મર્દાની’ને મારા તરફથી ઘણી-ઘણી શુભેચ્છા. મને પૂરો વિશ્વાસ છે કે ‘મર્દાની 3’માં પણ તું એટલી જ મજબૂત અને દયાળુ દેખાઈશ જેટલી તું વાસ્તવિક જીવનમાં પણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK