Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > થિયેટરોમાં હવે જોવા મળશે બન્ને ધુરંધરકઈ રીતે બની એની પ્રક્રિયા

થિયેટરોમાં હવે જોવા મળશે બન્ને ધુરંધરકઈ રીતે બની એની પ્રક્રિયા

Published : 22 April, 2026 12:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ખાસ ફીચર ફિલ્મને ઑગસ્ટથી ડિસેમ્બર વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નો બૉક્સ-ઑફિસ પર ધમાકો હજુ પણ યથાવત્ છે. ફિલ્મને રિલીઝ થયાને એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ દર્શકોમાં એનો ક્રેઝ જળવાયેલો છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક આદિત્ય ધરે આ સફળતા પછી એક અનોખો પ્લાન બનાવ્યો છે. ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને હવે ફિલ્મના મેકિંગને પણ મોટા પડદા પર બતાવવાની તૈયારી થઈ રહી છે. આ માટે ફિલ્મના સેટ પાછળનાં તમામ ફુટેજ અને કલાકારોના ​ઇન્ટરવ્યુને જોડીને એક સંપૂર્ણ ફીચર ફિલ્મ તૈયાર કરવામાં આવશે.

આ ખાસ ફીચર ફિલ્મને ઑગસ્ટથી ડિસેમ્બર વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે. ત્યાર બાદ એને OTT પ્લૅટફૉર્મ પર પણ રજૂ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ ફિલ્મના મુખ્ય કલાકારો હાલમાં મીડિયા-ઈન્ટરવ્યુ નથી આપી રહ્યા, કારણ કે તેમના પ્રથમ ઇન્ટરવ્યુ આ બિહાઇન્ડ ધ સીન (BTS) ફિલ્મનો જ ભાગ બનવાના છે. આ રીતે દર્શકોને સીધું થિયેટરમાં જ ખાસ કન્ટેન્ટ જોવા મળશે.



ભારતીય સિનેમામાં આ પ્રકારનો પ્રયોગ પહેલી વાર થઈ રહ્યો છે જ્યાં ફિલ્મના મેકિંગને અલગ ફીચર તરીકે થિયેટરમાં રજૂ કરવામાં આવશે. મેકર્સ ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ પણ BTS ફુટેજ અગાઉથી લીક ન થાય.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK