કોંકણા સેન શર્મા સાથેના ડિવૉર્સ પછી રણવીર શૌરી સાથીદારની શોધમાં, પણ કહ્યું કે મારી પ્રાથમિકતા અલગ છે
રણવીર શૌરી
કોંકણા સેન શર્માના ભૂતપૂર્વ પતિ અને ઍક્ટર રણવીર શૌરીએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઇફ, ડેટિંગ અને દીકરા હારુનના ઉછેર વિશે વાત કરી છે. રણવીર અને કોંકણા સેન શર્માએ થોડાં વર્ષોની રિલેશનશિપ પછી ૨૦૧૦માં લગ્ન કર્યાં હતાં. એ પછી ૨૦૧૫માં બન્ને અલગ થયાં અને ૨૦૨૦માં તેમના ડિવૉર્સ થયા. તેમને હારુન નામનો દીકરો છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં રણવીરે પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું ડેટિંગ લાઇફ માણું છું. હા, હું ડેટિંગ ઍપ્સ યુઝ કરું છું. દરેક વ્યક્તિની જરૂરિયાતો અને પસંદગીઓ અલગ હોય છે એટલે અપેક્ષાઓ પણ દરેકની જુદી હોય છે. મારા જેવા ડિવૉર્સી અને સિંગલ પિતાની જરૂરિયાતો બિલકુલ જુદી હોય. મારી જરૂરિયાતો ૩૦ વર્ષના યુવકની જરૂરિયાતોથી બહુ અલગ છે.’
ADVERTISEMENT
કોંકણા સેન શર્મા સાથેના ડિવૉર્સના નિર્ણય વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે ‘મેં યોગ્ય ઉંમરે અલગ થવાનો નિર્ણય લીધો હતો. મારા ઘણા પ્રશ્નો પહેલાંથી જ હતા, પણ મેં રાહ જોઈ કે મારો દીકરો ઓછામાં ઓછો ૪ વર્ષનો થઈ જાય. ત્યાર બાદ મેં વિલંબ કર્યો નહીં કારણ કે મને લાગ્યું કે જો હું વધુ સમય રાહ જોઈશ તો એનો પ્રભાવ દીકરા પર વધુ ઊંડો પડી શકે છે. મારા મત મુજબ ૪ વર્ષની ઉંમર બદલાવ માટે યોગ્ય હોય છે. એ ઉંમરે બાળક સમજવા માંડે છે કે તેની મમ્મી અને પપ્પા કોણ છે. સાથોસાથ એ ઉંમર એવી હોય છે કે બાળકો નવી પરિસ્થિતિને સહેલાઈથી સ્વીકારી લે છે. નવી લાઇફસ્ટાઇલમાં ઢળવું પડે તો પણ તેમને મોટો ઝટકો લાગતો નથી.’


