આ ફિલ્મ સંપૂર્ણ રીતે માતા-પુત્રના સંબંધ પર આધારિત હશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા બનશે રવીના ટંડન
રવીના ટંડન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને આજ સુધીની જીવનસફર પર બની રહેલી ફિલ્મમાં તેમનાં માતા હીરાબાનો રોલ ભજવશે એવા રિપોર્ટ છે. આ ફિલ્મ સંપૂર્ણ રીતે માતા-પુત્રના સંબંધ પર આધારિત હશે. એમાં બતાવવામાં આવશે કે પોતાના પુત્રનું જીવન સુધારવા માટે નરેન્દ્ર મોદીનાં માતાએ કેટલો ત્યાગ અને સંઘર્ષ કર્યો હતો. રવીના આ રોલને લઈને ખૂબ આશાવાદી અને ઉત્સાહી છે.
મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં મલયાલમ ઍક્ટર ઉન્ની મુકુંદન નરેન્દ્ર મોદીનો લીડ રોલ ભજવશે. ફિલ્મમાં નરેન્દ્ર મોદી સાથે સંબંધિત વાસ્તવિક ઘટનાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ફિલ્મમાં VFX અને અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે.


