Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોઈ ઉદ્યોગપતિના દીકરાનાં લગ્ન હોત તો હાજર રહીને વેઇટરની જેમ ભોજન પણ સર્વ કર્યું હોત

કોઈ ઉદ્યોગપતિના દીકરાનાં લગ્ન હોત તો હાજર રહીને વેઇટરની જેમ ભોજન પણ સર્વ કર્યું હોત

Published : 27 September, 2026 01:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ ઉદ્યોગપતિના દીકરાનાં લગ્ન હોત તો હાજર રહીને વેઇટરની જેમ ભોજન પણ સર્વ કર્યું હોત, પણ મુશ્તાક ખાનની અંતિમયાત્રા માટે સમય નહોતો સુપરસ્ટાર્સ પાસે, રઝા મુરાદે ઠાલવ્યો આક્રોશ

મુશ્તાક ખાન અને રઝા મુરાદ

મુશ્તાક ખાન અને રઝા મુરાદ


હિન્દી સિનેમામાં અનેક ટોચના સ્ટાર્સ સાથે કામ કરનાર અને ચારથી પાંચ દાયકા સુધી યાદગાર ફિલ્મો આપનારા અભિનેતા મુશ્તાક ખાનનું ૨૪ સપ્ટેમ્બરના રોજ નિધન થયું હતું અને બીજા દિવસે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના આ પીઢ કલાકારની અંતિમ વિદાયમાં બૉલીવુડનો એક પણ મોટો ‘સુપરસ્ટાર’ હાજર ન રહેતાં સિનિયર ઍક્ટર રઝા મુરાદનો પિત્તો ગયો છે અને તેમણે સોશ્યલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગઈ કાલે સોશ્યલ મીડિયામાં રઝા મુરાદે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ગઈ કાલે મુશ્તાક ખાનને દફનાવવામાં આવ્યા, પણ અફસોસની વાત એ છે કે કોઈ પણ સ્ટાર તેમને આખરી સલામ આપવા આવ્યા નહીં. તેમના સાથી અને સહકલાકારો આવ્યા, પરંતુ કોઈ મોટો ચહેરો ત્યાં હાજર રહ્યો નહીં. હા, જો કોઈ ઉદ્યોગપતિના દીકરાનાં લગ્ન હોત તો આ સિતારાઓ માત્ર ત્યાં હાજરી જ ન આપત, ત્યાં મહેમાનોને વેઇટરની જેમ સર્વ પણ કરત, જ્યારે કોઈ રાજકીય પક્ષ પોતાનો ડંડો બતાવે છે ત્યારે આ જ સિતારાઓ ‘ભીગી બિલ્લી’ બનીને ત્યાં હાજર થઈ જાય છે, પણ જે માણસે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને પોતાનાં પચાસ વર્ષ આપ્યાં અને પોતાની આખી જિંદગી ન્યોછાવર કરી દીધી તેના માટે આ લોકો પચાસ મિનિટ પણ ફાળવી શક્યા નહીં. એ ભૂલતા નહીં કે આજે તમારો આ ચહેરો ચમકે છે, કાલે એ પણ મુરઝાઈ જશે. કાલે આ બધું જ અંધારામાં ડૂબી જશે. જો કોઈ વસ્તુ તમને કામ આવશે તો એ તમારો સારો વ્યવહાર અને તમારાં કર્મો જ કામ આવશે, બીજું કંઈ જ કામ નહીં આવે. મુશ્તાક ખાને હંમેશાં પોતાના અદ્ભુત કામના દમ પર પોતાની ઓળખ ઊભી કરી હતી. ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જાળવી રાખવા માટે તેમણે ક્યારેય કોઈની ચાપલૂસી કરી નહોતી કે કોઈને ગેરમાર્ગે દોર્યા નહોતા. મુશ્તાક ખાનને તેમના જીવતે-જીવ પણ આવા કહેવાતા મોટા સ્ટાર્સની ક્યારેય જરૂર નહોતી પડી અને મૃત્યુ પછી પણ તેમને કોઈની જરૂર રહેવાની નથી.’


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK