નવી મુંબઈ પોલીસને ટૅગ કરીને કરવામાં આવેલા આ મેસેજમાં ઈદના દિવસે મુંબઈના ડોંગરી જેવા વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ રમખાણ અને બૉમ્બબ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા ‘ઍક્સ’ પર ગુરુવારે સવારે આવેલા એક મેસેજે મુંબઈ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. નવી મુંબઈ પોલીસને ટૅગ કરીને કરવામાં આવેલા આ મેસેજમાં ઈદના દિવસે મુંબઈના ડોંગરી જેવા વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ રમખાણ અને બૉમ્બબ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી છે.
આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી ચૂકેલા રોહિંગ્યા, બંગલાદેશી અથવા પાકિસ્તાની સોમવારે ઈદના દિવસે આ હુમલાને અંજામ આપશે. નવી મુંબઈ પોલીસે તરત જ મુંબઈ પોલીસને અલર્ટ કરી દીધી હતી. એણે ધમકીને ગંભીરતાથી લઈને ડોંગરી સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પૅટ્રોલિંગ વધારી દીધું છે. અત્યાર સુધી તેમને કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ, સ્પેશ્યલ બ્રાન્ચ સહિતની ટીમો એકદમ અલર્ટ થઈ ગઈ છે અને તેમણે પોતાના ઇન્ફૉર્મરોને કામ પર લગાવી દીધા છે.

