° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


‘કાકુડા’ લઈને આવ્યાં રિતેશ, સોનાક્ષી અને સાકિબ

21 July, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યુ હતું

રિતેશ દેશમુખ, સોનાક્ષી સિંહા અને સાકિબ સલીમ

રિતેશ દેશમુખ, સોનાક્ષી સિંહા અને સાકિબ સલીમ

રિતેશ દેશમુખ, સોનાક્ષી સિંહા અને સાકિબ સલીમ હવે હૉરર-કૉમેડી ફિલ્મ ‘કાકુડા’ લઈને આવ્યાં છે. આ એક ડિજિટલ ફિલ્મ છે. ૨૦૨૨માં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યુ હતું. આ સ્ટોરીમાં એક ગામની વાત કરવામાં આવી છે જેમાં શાપને કારણે એક ભૂત રહેતું હોય છે. આ ભૂત આ ત્રિપુટીને અંધશ્રદ્ધા, ટ્રેડિશન અને પ્રેમ વિશે વિચારતી કરી દે છે. આ ફિલ્મ દ્વારા મરાઠી ડિરેક્ટર આદિત્ય સરપોતદાર બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે જેને રૉની સ્ક્રૂવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો હાલમાં એક ફન કૉમેડી ફિલ્મની ખૂબ જ જરૂર છે. મેં જ્યારે આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારથી ‘કાકુડા’ મને પસંદ પડી હતી. આ એક એવી ફિલ્મ છે જેને દર્શક તરીકે હું પણ જોવાનું પસંદ કરીશ.’

આ વિશે રિતેશ દેશમુખે કહ્યું હતું કે ‘સોનાક્ષી અને સાકિબ સાથે આ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મને હૉરર-કૉમેડી ખૂબ જ પસંદ છે અને એથી જ મને ‘કાકુડા’ ખૂબ જ પસંદ પડી છે.’

સાકિબ સલીમે કહ્યું હતું કે ‘એક સારી સ્ક્રિપ્ટ, સારો ડિરેક્ટર, સપોર્ટિવ પ્રોડ્યુસર અને ખૂબ જ ટૅલન્ટેડ કો-સ્ટાર્સ એનાથી વધુ તમને શું જોઈએ?’

21 July, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Bunty Aur Babli 2: સૈફ અલી ખાન-રાની મુખર્જીનો ફર્સ્ટ લુક બહાર આવ્યું

સૈફ અલી ખાન આ ફિલ્મમાં રાકેશ ઉર્ફે બંટીની ભૂમિકા ભજવી રહ્યો છે.

23 October, 2021 06:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

50 અને 60 ના દાયકાની અભિનેત્રી મીનૂ મુમતાજનું કેનેડામાં નિધન

મીનૂ કૉમેડિયન મહમૂદ અલીની બહેન હતી. તે ફિલ્મોમાં ડાન્સર અને અભિનેત્રી તરીકે નજર આવ્યાં હતા. 

23 October, 2021 05:02 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અક્ષય કુમારની ફિલ્મ `ઓહ માય ગૉડ 2` નું પોસ્ટર રિલીઝ, જુઓ અભિનેતાનો અવતાર

પોસ્ટરમાં અક્ષય કુમાર  ભગવાન શિવના અવતારમાં જોવા મળી રહ્યાં છે.

23 October, 2021 04:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK