કિંગ ખાન સાથે ભવિષ્યમાં કામ કરવાની ઇચ્છા પણ તેણે વ્યક્ત કરી
સાજિદ નડિયાદવાલા, શાહરુખ ખાન
સાજિદ નડિયાદવાલાએ શાહરુખ ખાનને ‘કિંગ’ ટાઇટલ ફ્રીમાં આપી દીધું છે. સાજિદ નડિયાદવાલાએ ‘કિંગ’ ટાઇટલને રજિસ્ટર કરાવી દીધું હતું. જોકે શાહરુખને આ ટાઇટલ જોઈતું હોવાથી તેણે એ આપી દીધું છે. ૨૦૧૭માં સાજિદ નડિયાદવાલાએ ‘ભારત’ ટાઇટલ પણ સલમાન ખાનને આપી દીધું હતું. શાહરુખને ‘કિંગ’ ટાઇટલની જરૂર હતી. આ ટાઇટલ સાજિદ પાસે હતું એથી શાહરુખ એનો ઉપયોગ કરી શકે એમ નહોતો. આ માટે શાહરુખે સાજિદને કૉલ કર્યો હતો. એક ફોન કૉલમાં સાજિદે તરત જ આ ટાઇટલ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના નામે કરી દીધું હતું. સાજિદે અગાઉ સલમાન ખાન અને અક્ષયકુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે હવે શાહરુખ ખાન સાથે પણ કામ કરવા માગે છે. ૨૦૧૭માં સાજિદ નડિયાદવાલા હૃતિક રોશનને લઈને ‘કિંગ’ ફિલ્મ બનાવવા માગતો હતો. આ ફિલ્મ કબીર ખાન ડિરેક્ટ કરવાનો હતો. જોકે એ ફિલ્મ નહોતી બની અને આ નામ હવે શાહરુખની પાસે
ગયું છે.