° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


‘પાની ભી ફેંકેગા તો હંસકે ફેંકેગા’

30 November, 2021 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને તેની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘અંતિમ...’ના પાત્ર વિશે આવું કહ્યું

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાનને આ ફિ​લ્મમાં પોતાના રોલને લઈને ડર લાગી રહ્યો હતો. મહેશ માંજરેકરે ડિરેક્ટ કરેલી ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’માં સલમાન ખાન પોલીસના રોલમાં જોવા મળી રહ્યો છે. ૨૬ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં આયુષ શર્મા નેગેટિવ રોલમાં છે. પોલીસની ભૂમિકાને લઈને સલમાને કહ્યું હતું કે ‘હું જાણતો હતો કે મારા કૅરૅક્ટર સાથે મારે શું કરવાનું છે. મને જે પ્રકારે પાત્ર નરેટ કરવામાં આવ્યું હતું એ રીતે જ મારે એને ભજવવાનું હતું. મહેશ પણ એવું જ વિચારતો હતો. મેં જ્યારે એ પાત્ર ભજવવાની શરૂઆત કરી તો હું ગભરાઈ ગયો હતો કે હું કંઈ ખાસ નથી કરી રહ્યો. જોકે બાદમાં મારામાં આત્મવિશ્વાસ ત્યારે આવ્યો જ્યારે મેં જોયું કે આયુષ પણ પોતાનું પાત્ર સારી રીતે ભજવી રહ્યો છે. એથી મેં પણ મારા રોલને નિષ્ઠા સાથે ભજવવાનું વિચાર્યું હતું. જો હું મારું પાત્ર ભજવું તો તેનું કૅરૅક્ટર મરી રહ્યું હતું. અમે બન્નેએ એ રીતે અમારાં પાત્રો નહોતાં ભજવ્યાં. આયુષ પાવરફુલ માણસનું પાત્ર કરતો હતો, પરંતુ એના માટે જરૂરી ગુસ્સો તેની અંદર જ હતો. મારા કૅરૅક્ટરના ચહેરા પર હંમેશાં સ્માઇલ રહેતી હતી. પાની ભી ફેંકેગા તો હંસકે ફેંકેગા. એથી તેને તેની તાકાતનો અંદાજો હતો. તે જ્યારે નેતાઓ સાથે પણ વાત કરે તો પણ તેના ચહેરા પર સ્માઇલ રહેતી હતી. આ રીતે મેં મારું પાત્ર ભજવ્યું છે. એમાં ખૂબ મજા આવી હતી.’

‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’ના પ્રમોશન માટે વિવિધ શહેરોમાં જશે સલમાન

‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’ના પ્રમોશન માટે સલમાન ખાન દેશનાં વિવિધ શહેરોમાં જવાનો છે. એની શરૂઆત તેણે અમદાવાદથી કરી દીધી છે. તે ચંડીગઢ, હૈદરાબાદ, બૅન્ગલોર અને ઇન્દોર પણ જશે. આ અગાઉ વિવિધ શોઝમાં જઈને પણ તેણે ફિલ્મને પ્રમોટ કરી છે. લોકોની વચ્ચે જઈને ફિલ્મને પ્રમોટ કરવા વિશે સલમાને કહ્યું હતું કે ‘આપણે દર્શકોની વચ્ચે જઈએ એ હાલના સમયમાં અગત્યનું છે. ફિલ્મ રિલીઝ થયા બાદ આપણે આવું કરતા હતા. જોકે થોડા સમયથી આ બધું બંધ થઈ ગયું છે.’
સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ‘તડપ’ ૩ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. એ વિશે સલમાને કહ્યું હતું કે ‘અમારી ફિલ્મ સારી રીતે ચાલતી રહેશે. અહાનની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે અને બન્ને ફિલ્મોને જોઈતી સ્ક્રીન મળી જશે.’

30 November, 2021 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સિંગર શાનની માનું નિધન, સોનાલી મુખર્જી પોતે પણ ગાતાં હતાં સુંદર ગીતો

બૉલિવૂડના જાણીતા સિંગર શાનની (singer Shaan) માતા સોનાલી મુખર્જીનું (Sonali Mukherjee) ગઈકાલે રાતે (બુધવારે) નિધન થઈ ચૂક્યું છે. સોનાલી પોતે પણ એક શાનદાર સિંગર હતી જેમણે ગઈ કાલે રાતે અંતિમ શ્વાસ લીધા.

20 January, 2022 03:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આખરે કોવિડને આપી મહાત

સાઉથ ઍક્ટર વિષ્ણુ વિશાલને ઓમાઇક્રોન થયો હતો

20 January, 2022 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફરદીન ખાન થયો કોવિડ પૉઝિટિવ

તેનામાં હળવાં લક્ષણો છે.

20 January, 2022 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK