Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાને નવી ફિલ્મ માટે આપ્યું ૫૦ કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ

સલમાને નવી ફિલ્મ માટે આપ્યું ૫૦ કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Published : 02 August, 2026 08:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની રેગ્યુલર ફી ૧૨૦ કરોડ હોવા છતાં ૭૦ કરોડમાં સાઇન કર્યો નવો પ્રોજેક્ટ

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાને સાઉથના ડિરેક્ટર વંશી પૈડીપલ્લીના ડિરેક્શનમાં બની રહેલી અને આગામી વર્ષે ઈદના સમયે રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ માટે સામાન્ય કરતાં ઘણી ઓછી ફી સ્વીકારી હોવાની ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે સલમાનને આ ફિલ્મ માટે માત્ર ૭૦ કરોડ રૂપિયા ફી લીધી છે જે તેની સામાન્ય ફી કરતાં ઘણી ઓછી છે. 
આ ફિલ્મ માટે ઓછી ફી લેવાના કારણ વિશે વાત કરતાં સલમાનની નજીકની એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘છેલ્લાં લગભગ ૨૦ વર્ષથી સલમાન દરેક ફિલ્મ માટે સામાન્ય રીતે ૧૨૦ કરોડ રૂપિયા કે એનાથી વધુ ફી લે છે. જોકે ડિરેક્ટર વંશી પૈડીપલ્લીની ફિલ્મ તેણે બહુ ઓછી ફીમાં કરી છે એનું મુખ્ય કારણ તેનો વર્ષો જૂનો મિત્ર રફી કાઝી છે. રફી કાઝી આ પ્રોજેક્ટમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેનું નામ ફિલ્મના નિર્માતાઓમાં છે. આ વર્ષો જૂની મિત્રતાને ધ્યાનમાં રાખીને સલમાને ફીમાં ઘટાડો કર્યો છે. જોકે ફિલ્મના નફામાં સલમાનને હિસ્સો મળશે કે નહીં એની કોઈ માહિતી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK