બન્ને પંજા પર દીકરા શાહરાનનું અને દીકરી ઇક્રાનું નામ સ્ટાઇલિશ રીતે લખાવીને પોતાની લાગણી વ્યક્ત કરી
સંજય દત્ત
સંજય દત્તે નવા વર્ષ ૨૦૨૬ની ઉજવણી કરવા માટે પોતાનાં જોડિયાં બાળકો દીકરા શાહરાન અને દીકરી ઇક્રાના નામનું ટૅટૂ પોતાના પંજા પર કરાવ્યું છે. સંજયે જે આર્ટિસ્ટ પાસે આ ટૅટૂ કરાવ્યું છે તેણે આ પ્રક્રિયાની કેટલીક તસવીરો અને વિડિયો શૅર કર્યા છે. આ ટૅટૂમાં સંજયના પંજા પર શાહરાન અને ઇક્રાનાં નામ બોલ્ડ અને સ્ટાઇલિશ સ્ક્રિપ્ટમાં લખાયેલાં છે. જાડા સ્ટ્રોક્સ, સુંદર કર્વ્સ અને બ્લૅક ઇન્કની ડિટેઇલિંગે આ ટૅટૂને ખાસ બનાવ્યાં છે. એ સિવાય પંજાની આંગળીઓ પર નાનાં-નાનાં સિમ્બૉલિક ટૅટૂ પણ બનાવવામાં આવ્યાં છે જે સંજયના રફ લુક સાથે પર્ફેક્ટ મૅચ કરે છે.
શાહરાન અને ઇક્રા સંજય અને માન્યતા દત્તનાં જોડિયાં બાળકો છે અને તેમનો જન્મ ૨૦૧૦માં થયો હતો. હાલમાં બાળકો મમ્મી માન્યતા સાથે દુબઈમાં રહે છે અને ક્યારેક-ક્યારેક મુંબઈ આવે છે. આ ટૅટૂ કરાવીને સંજયે પોતાનાં બાળકો માટેની લાગણી દર્શાવી છે.


