તેમણે આરોપ લગાવ્યો હતો કે પરિવારે નળ માટે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સેલરના ટેકેદારને ૩૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી જીવ ગુમાવનારા ૮૦ વર્ષના જીવનલાલનાં પત્ની જશોદાબહેને કહ્યું હતું કે અમારી કલ્પનામાં પણ અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમારી રોજિંદી જીવનરેખાનો ભાગ છે એવો પીવાના પાણીનો નળ અમારો ખૂની બનશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પરિવારે નળ માટે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સેલરના ટેકેદારને ૩૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.
જશોદાબહેનના પતિ જીવનલાલને ઝાડા-ઊલટી થવાથી ૨૮ ડિસેમ્બરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દૂષિત પાણી પીને જીવ ગુમાવનારા શરૂઆતના લોકોમાં તેઓ એક હતા. જશોદાબહેને કહ્યું હતું કે ‘મારા પતિનો જીવ જેણે લીધો એ પાણી અમે ઘરમાં પી રહ્યાં હતાં. મેં પતિને ગુમાવ્યા છે, મારો દીકરો પણ બીમાર છે અને પૌત્રો પણ બીમાર છે. બધાની તબિયત ખરાબ છે.’


