Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પત્ની માન્યતા દત્તની ૪૮મી વર્ષગાંઠે સંજય દત્તે વરસાવ્યો પ્રેમ

પત્ની માન્યતા દત્તની ૪૮મી વર્ષગાંઠે સંજય દત્તે વરસાવ્યો પ્રેમ

Published : 23 July, 2026 03:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માન્યતા દત્તના 48મા જન્મદિવસે સંજય દત્તે સોશિયલ મીડિયા પર પ્રેમભરી પોસ્ટ શેર કરી. પત્નીને શ્રેષ્ઠ મમ્મી, પત્ની અને મિત્ર ગણાવતા તેમણે ભોલેનાથને તેમના સુખ, સફળતા અને ખુશીઓ માટે પ્રાર્થના પણ કરી.

સંજય દત્ત અને માન્યતા દત્ત

સંજય દત્ત અને માન્યતા દત્ત


સંજય દત્તની પત્ની માન્યતા દત્તની ગઈ કાલે ૪૮મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર સંજયે સોશ્યલ મીડિયા પર તેના માટે પ્રેમથી ભરેલો એક ખાસ સંદેશ શૅર કર્યો છે. 
સંજયે સોશ્યલ મીડિયા પર પત્ની સાથેની અનેક તસવીરો શૅર કરી છે. આ તસવીરો સાથે સંજયે લખ્યું હતું કે ‘જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ મારી સૌથી પ્રિય મમા. તું દુનિયાની શ્રેષ્ઠ મમ્મી, પત્ની અને મિત્ર છે. હું તને સૌથી વધુ પ્રેમ કરું છું. મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો હિસ્સો બનવા બદલ તારો આભાર. મને બે સુંદર બાળકોનો પિતા બનાવવા બદલ પણ તારો દિલથી આભાર. હું ભોલેનાથને પ્રાર્થના કરું છું કે આ વર્ષથી તારા જીવનમાં માત્ર સફળતા અને ખુશીઓ જ આવે. તું હંમેશાં આવી જ રીતે આગળ વધતી રહે. લવ યુ મૉમ... હૅપી બર્થ-ડે... જય ભોલેનાથ.’


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK