મદદના નામે દિવ્યાંગ વ્યક્તિને બિસ્કિટનાં બે પૅકેટ પકડાવતાં સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે
સોશ્યલ મીડિયામાં સારા અલી ખાનનો આ વિડિયો ચર્ચામાં છે
હાલમાં સોશ્યલ મીડિયામાં સારા અલી ખાનનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં તે એક વ્યક્તિની મદદ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જોકે આ મદદ કરવાના પ્રયાસને કારણે હવે સારા ટ્રોલ થઈ રહી છે. સારાના આ વિડિયોમાં જોવા મળે છે કે તે પોતાની કારનો દરવાજો ખોલીને એક દિવ્યાંગ વ્યક્તિને બિસ્કિટનાં બે પૅકેટ આપે છે, પરંતુ તે વ્યક્તિ એે લેવાનો ઇનકાર કરી દે છે. આ પછી સારા બિસ્કિટનાં પૅકેટ પાછાં લઈ લે છે અને કારનો દરવાજો બંધ કરીને આગળ વધે છે.
આખા મામલામાં માત્ર બિસ્કિટ આપીને એક અપંગ વ્યક્તિની મદદ કરવાનો પ્રયાસ કરવા બદલ સારાને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સનું કહેવું છે કે દરેક વ્યક્તિ ભીખ નથી માગતી, પણ કેટલાક લોકો મજબૂરીમાં હોય છે.


