Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઘરજમાઈ જે બનશે તેની સાથે જ લગ્ન કરશે સારા

ઘરજમાઈ જે બનશે તેની સાથે જ લગ્ન કરશે સારા

04 December, 2021 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું તો લગ્ન પણ એવા માણસ સાથે કરીશ જે અહીં આવીને મારી અને મારી મમ્મી સાથે રહે. હું તેને છોડવા નથી માગતી. આ તો એક મજાક છે. મારી મમ્મી સ્વાભિમાની મહિલા છે.

ફુલ ઑન મસ્તી

ફુલ ઑન મસ્તી


સારા અલી ખાન સાથે લગ્ન કરવા માટે ઘરજમાઈ બનવું પડશે. સારાએ આ ઇચ્છા વ્યક્ત કરી છે અને તેનું કહેવું છે કે તે તેની મમ્મી અમ્રિતા સિંહને છોડીને ક્યાંય જવા નથી માગતી. તે તેની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ને પ્રમોટ કરી રહી છે. આ ફિલ્મમાં એવું દેખાડવામાં આવ્યું છે કે સારાનું પાત્ર તેના પ્રેમી માટે ઘર છોડીને જાય છે. ઇન્ટરવ્યુ દરમ્યાન તેને પૂછવામાં આવ્યુ હતું કે શું તે કદી પણ આવી બંડખોર બની શકે છે? એનો જવાબ આપતાં સારાએ કહ્યું હતું કે ‘ઇન્ટરવ્યુમાં જ્યાં સુધી મારી મમ્મી મારા આઉટફિટ સાથે મૅચિંગ બંગડીઓ ન આપે તો હું બહાર નીકળુ પણ નહીં. મારી મમ્મી જ્યાં સુધી મને એમ ન કહે કે ‘હજી વધુ ગ્રીન બંગડી પહેરી લે, કારણ કે તારા દુપટ્ટાની કૉર્નરમાં ગ્રીન કલરની છાલક છે.’ હું ઇન્ટરવ્યુ માટે બહાર ન નીકળી શકું. મારી ઔકાત જ નથી કે હું મમ્મીથી દૂર ભાગું. ક્યાંય પણ ભાગી જાઉં, દરરોજ ઘરે તો ત્યાં જ જવાનું છે. હું તો લગ્ન પણ એવા માણસ સાથે કરીશ જે અહીં આવીને મારી અને મારી મમ્મી સાથે રહે. હું તેને છોડવા નથી માગતી. આ તો એક મજાક છે. મારી મમ્મી સ્વાભિમાની મહિલા છે. મારી લાઇફની તે ત્રીજી આંખ છે. આથી હું કદી પણ ભાગીશ નહીં.’

ફુલ ઑન મસ્તી
સારા અલી ખાન તેના ડિરેક્ટર્સ સાથે મસ્તીના મૂડમાં દેખાઈ હતી. તેણે રોહિત શેટ્ટી અને આનંદ એલ. રાય સાથેનો ફોટો શૅર કર્યો છે. તેની ‘અતરંગી રે’ ૨૪ ડિસેમ્બરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર અને ધનુષ લીડ રોલમાં છે. આ ફિલ્મને આનંદ એલ. રાયે ડિરેક્ટ કરી છે. આ અગાઉ તેણે રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં કામ કર્યું હતું. સારાએ રોહિત શેટ્ટી અને આનંદ એલ. રાય સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘માત્ર પ્રેમ, સન્માન, આભાર અને થોડી મસ્તી. આપકી બચ્ચી હંમેશાં હંસતી.’


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2021 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK