શબાના ઍક્ટેસ સંધ્યા મૃદુલના બેસ્ટસેલર પુસ્તક ‘અનટેમ્ડ’ માટે યોજવામાં આવેલી એક ઇવેન્ટમાં પહોંચી હતી
શબાના આઝમી ઇવેન્ટમાં
હાલમાં સોશ્યલ મીડિયા પર શબાના આઝમીનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે ફોટોગ્રાફર્સ સામે મસ્તીભર્યો ડાન્સ કરતી જોવા મળી રહી છે. હકીકતમાં શબાના ઍક્ટેસ સંધ્યા મૃદુલના બેસ્ટસેલર પુસ્તક ‘અનટેમ્ડ’ માટે યોજવામાં આવેલી એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટમાં તનિષ્ઠા ચૅટરજી, દિવ્યા દત્તા, ઊર્મિલા માતોન્ડકર, કોંકણા સેન શર્મા પણ હાજર હતી. બધી અભિનેત્રીઓ એકસાથે ગપસપ કરતી જોવા મળી હતી. આ ઇવેન્ટમાં શબાના કોટ-પૅન્ટમાં બૉસ લેડી લુકમાં જોવા મળી હતી.

