ફૅને આવી કમેન્ટ કરતાં શાહરુખે પણ આપ્યો મજેદાર જવાબ
શાહરુખ ખાન
શાહરુખ ખાન તેના હાજરજવાબી સ્વભાવ માટે જાણીતો છે. હાલમાં શાહરુખે સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લખ્યું હતું કે ‘બહાર હળવો વરસાદ જોયો... તેથી મન થયું કે જો તમારા બધા પાસે સમય હોય તો #AskSRK કરીએ. માત્ર મજેદાર પ્રશ્નો અને જવાબો... કૃપા કરીને, કારણ કે હું એક ઈજામાંથી સાજો થઈ રહ્યો છું.’
આ સેશન શરૂ થયું કે એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું, ‘ભાઈ હવે ઉંમર થઈ ગઈ, નિવૃત્તિ લઈ લો; બીજાં બાળકોને આગળ આવવા દો.’
ADVERTISEMENT
આ કમેન્ટ પર શાહરુખે મજેદાર જવાબ આપતાં લખ્યું, ‘ભાઈ, તારા પ્રશ્નોની બાલિશતા જ્યારે દૂર થઈ જાય ત્યારે કંઈક સારું પૂછજે. ત્યાં સુધી ટેમ્પરરી નિવૃત્તિમાં રહે પ્લીઝ.’

