કિંગ ખાને સંપૂર્ણપણે સુરક્ષાના નિયમોનું પાલન કર્યું અને કોઈ પણ ખચકાટ વિના ગાઇડલાઇન્સ ફૉલો કરી, શાહરુખ તાજેતરમાં સવારે દુબઈ મૉલ ગ્લોબલ ફૅશન અવૉર્ડ્સમાં હાજરી આપવા દુબઈ જવા રવાના થયો હતો.
ઍરપોર્ટ સિક્યૉરિટી ગાર્ડે પહેલાં શાહરુખનો પાસપોર્ટ જોયો અને પછી ચશ્માં ઉતરાવ્યાં
હાલમાં શાહરુખ ખાનનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે જેમાં મુંબઈ ઍરપોર્ટ પર સુરક્ષા-તપાસ દરમ્યાન ચેકિંગ માટે તેનાં ચશ્માં ઉતરાવવામાં આવે છે. એ દરમ્યાન શાહરુખે પણ હસીને નિયમોનું પાલન કર્યું હતું. શાહરુખ તાજેતરમાં સવારે દુબઈ મૉલ ગ્લોબલ ફૅશન અવૉર્ડ્સમાં હાજરી આપવા દુબઈ જવા રવાના થયો હતો. આ ફંક્શમાં તેને ‘ગ્લોબલ સ્ટાઇલ આઇકન અવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.
મુંબઈ ઍરપોર્ટ પર સિક્યૉરિટી ચેકિંગ દરમ્યાન એન્ટ્રી-ગેટ પર હાજર સિક્યૉરિટી ગાર્ડે પહેલાં શાહરુખનો પાસપોર્ટ ચેક કર્યો અને પછી તેને ચશ્માં ઉતારવા કહ્યું. શાહરુખે પણ સંપૂર્ણપણે સુરક્ષાના નિયમોનું પાલન કર્યું અને કોઈ પણ પ્રકારના ખચકાટ વિના ગાઇડલાઇન્સ ફૉલો કરી હતી.
શાહરુખ ખાનની ટચૂકડી ઑરેન્જ બૅગ અંદાજે ૧૨ લાખ રૂપિયાની છે
શાહરુખ ખાન દુબઈ જવા રવાના થતાં પહેલાં ઍરપોર્ટ પર જોવા મળ્યો ત્યારે તેના ખભા પર જોવા મળેલી બૅકપૅક ફ્રેન્ચ લક્ઝરી બ્રૅન્ડ એર્મિસની છે. ઑરેન્જ ટોગો લેધરમાંથી બનેલી આ બૅગ રૅર અને હૅન્ડમેડ છે અને કંપનીની વેબસાઇટ પર આ કલર લિસ્ટેડ નથી. કહેવાય છે કે શાહરુખે એને કસ્ટમાઇઝ કરાવી છે અને એની કિંમત ૧૨ લાખથી ૧૪ લાખ રૂપિયા સુધી છે.


