શામકે આ પ્રોજેક્ટ વિશે કહ્યું હતું કે ‘હું હંમેશાં મારી ફિલ્મોને લઈને ઉત્સાહી રહું છું. ‘રામાયણ’ની કોરિયોગ્રાફી બહુ અલગ હશે અને એટલે જ હું પ્રોજેક્ટ કરી રહ્યો છું.’
રામાયણમાં કોરિયોગ્રાફીની જવાબદારી શામક દાવરને સોંપવામાં આવી છે
૧૯૯૭માં રિલીઝ થયેલી ‘દિલ તો પાગલ હૈ’માં પોતાની કોરિયોગ્રાફીનો જાદુ ચલાવનાર શામક દાવરે હવે ‘રામાયણ’ સાથે કોરિયોગ્રાફરની જવાબદારી નિભાવવાનું પસંદ કર્યું છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં શામકે ખુલાસો કર્યો છે કે હું નીતેશ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર આ ફિલ્મનો ભાગ છું.
શામકે આ પ્રોજેક્ટ વિશે કહ્યું હતું કે ‘હું હંમેશાં મારી ફિલ્મોને લઈને ઉત્સાહી રહું છું. ‘રામાયણ’ની કોરિયોગ્રાફી બહુ અલગ હશે અને એટલે જ હું પ્રોજેક્ટ કરી રહ્યો છું.’