આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી
તસવીરો : સતેજ શિંદે
શુક્રવારે રાતે મરીન ડ્રાઇવ પરથી પસાર થતી એક કારને પાછળથી આવતી ટૅક્સીએ ટક્કર મારતાં બન્ને કાર ભડકે બળી હતી. રાતે ૮ વાગ્યે ટ્રાઇડેન્ટ હોટેલ નજીક કમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)થી ચાલતી કાળી-પીળી ટૅક્સીએ આગળ જતી કારને ટક્કર મારી હતી જેને લીધે ટૅક્સીમાં ધડાકાભેર આગ લાગી હતી. થોડી જ વારમાં બન્ને કારમાંથી આગની મોટી જ્વાળાઓ નીકળવા લાગી હતી. બે ફાયર-એન્જિનની મદદથી આગ બુઝાવવામાં આવી હતી.

ADVERTISEMENT
આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ બન્ને કારમાં એટલી હદે આગ લાગી હતી કે એનો કાટમાળ જ બચ્યો હતો. ઘટનાને લીધે નેતાજી સુભાષચંદ્ર બોઝ રોડનો ટ્રાફિક થોડા સમય માટે ખોરવાયો હતો.


