શિલ્પા શેટ્ટીનું લેટેસ્ટ ફોટોશૂટ વાઇરલ થયું છે
શિલ્પા શેટ્ટી
હાલમાં શિલ્પા શેટ્ટીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે વાઇરલ બની છે. શિલ્પા આ તસવીરમાં રાજસ્થાની બિંદણીના લુકમાં જોવા મળે છે. આ તસવીરોમાં તેણે ગુલાબી રંગનો પરંપરાગત ડ્રેસ પહેર્યો છે જેના પર સિલ્વર જરીવર્ક કરવામાં આવ્યું છે. તેણે આ રાજસ્થાની લુકને પરંપરાગત આભૂષણો તેમ જ ગોલ્ડન અને સફેદ રંગનાં કુંદન અને સ્ટોન વર્કવાળાં ઘરેણાં પહેરીને કમ્પ્લીટ કર્યો છે.

