આ ટુર્નામેન્ટ લીગ તથા નૉકઆઉટ ફૉર્મેટમાં રમાશે અને યુવા ટૅલન્ટને આગવી ઓળખ અને કીર્તિ પ્રદાન કરતી ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
યુવા ફુટબૉલ ટૅલન્ટને પ્રોત્સાહન આપવા અને પાયાભૂત સ્તરે ખેલદિલીની ભાવના વિકસાવવાના ઉમદા હેતુથી ઘાટકોપર જૉલી જિમખાના ૩૦ ઑગસ્ટે અન્ડર-12 બાળકો માટેની ઇન્ટર ક્લબ ટર્ફ ફુટબૉલ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. મુંબઈમાં સૌપ્રથમ વાર આવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અધ્યક્ષ રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી, સમગ્ર ટ્રસ્ટીગણ તથા મૅનેજિંગ કમિટીના નેતૃત્વ હેઠળ ઘાટકોપર જૉલી જિમખાના મલ્ટિ ટર્ફ સબ કમિટી દ્વારા યોજાનારી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને વિનામૂલ્ય પ્રવેશ મળશે. એ ઉપરાંત તમામ ખેલાડીઓ અને અધિકારીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ લીગ તથા નૉકઆઉટ ફૉર્મેટમાં રમાશે અને યુવા ટૅલન્ટને આગવી ઓળખ અને કીર્તિ પ્રદાન કરતી ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. રજિસ્ટ્રેશન તથા વધુ વિગતો માટે ઑપરેશન્સ હેડ લૉરેન્સ બિંગનો 90968 28068 અથવા મલ્ટિ-ટર્ફ/ક્રિકેટ ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાનો 98201 51188 નંબર પર સંપર્ક કરવો.

