અગાઉની બે સુનાવણીમાં પરવાનગી ન મળવાના કારણે શિલ્પા શેટ્ટીએ આ મહિને વિદેશ જવાનો પ્લાન રદ કર્યો અને અરજી પાછી ખેંચી લીધી
ફાઇલ તસવીર
શિલ્પા શેટ્ટીએ તેના અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ જાહેર કરાયેલા લુકઆઉટ સર્ક્યુલરને રદ કરવા અને વિદેશયાત્રાની પરવાનગી મળે એ માટે બૉમ્બે હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે અગાઉની બે સુનાવણીમાં પરવાનગી ન મળવાના કારણે શિલ્પા શેટ્ટીએ આ મહિને વિદેશ જવાનો પ્લાન રદ કર્યો અને અરજી પાછી ખેંચી લીધી. કોર્ટમાં તેમના વકીલે કહ્યું કે શિલ્પા શેટ્ટી આ ટ્રાવેલ પ્લાનની અરજી પાછી ખેંચી રહી છે.
શિલ્પાએ આખો પ્લાન બદલ્યો
ADVERTISEMENT
શિલ્પાના આ નિર્ણય વિશે વકીલે કહ્યું છે કે ડિસેમ્બરમાં અથવા ફરી ક્યારેય તેમને વિદેશ જવું પડશે તો એના આધારે અરજી દાખલ કરશે. હાલમાં શિલ્પા અને પતિ રાજ પર દાખલ કરાયેલા ૬૦ કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસની તપાસ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા કરી રહી છે, જેના અંતર્ગત શિલ્પા અને પતિ રાજ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. અદાલતે અરજી પાછી ખેંચવાની પરવાનગી આપતાં જરૂર પડે તો ફરીથી અરજી દાખલ કરવાની છૂટ આપી દીધી છે.

