૨૦૦૦ના દાયકામાં શાઇની આહુજાની ગણતરી બૉલીવુડના ટૅલન્ટેડ નવોદિત ઍક્ટર તરીકે થતી હતી. હવે ૨૦૨૫માં શાઇની મીડિયા અને ફિલ્મી દુનિયાથી દૂર જીવન જીવી રહ્યો છે અને પોતે લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યું છે.
					 
					
શાઇની આહુજા હવે ફિલિપીન્સમાં રહીને કરે છે કપડાંનો બિઝનેસ?
૨૦૦૦ના દાયકામાં શાઇની આહુજાની ગણતરી બૉલીવુડના ટૅલન્ટેડ નવોદિત ઍક્ટર તરીકે થતી હતી. હવે ૨૦૨૫માં શાઇની મીડિયા અને ફિલ્મી દુનિયાથી દૂર જીવન જીવી રહ્યો છે અને પોતે લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ શાઇની હવે ફિલિપીન્સમાં રહે છે અને અહીં તે કપડાંનો બિઝનેસ કરે છે.
શાઇનીએ ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘હઝારોં ખ્વાહિશે ઐસી’થી બૉલીવુડમાં પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. જોકે ૨૦૦૯માં શાઇની પર તેના ઘરમાં કામ કરતી યુવતીએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવતાં શાઇની વિવાદોમાં ફસાઈ ગયો હતો. આ મુકદ્દમાને મીડિયામાં ખૂબ કવરેજ મળ્યું અને પીડિતા દ્વારા પછીથી તેનું નિવેદન પાછું ખેંચવા છતાં શાઇનીને દોષી ઠેરવવામાં આવ્યો. આ મામલામાં ૨૦૧૧માં શાઇનીને ૭ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. આ સજા પછી તેણે ફિલ્મોમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પણ તેને ખાસ સફળતા નહોતી મળી.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	