હવે જ્યારે ફિલ્મ સિતારે ઝમીન પર મોટા પડદે રિલીઝ થઈ ચૂકી છે, ત્યારે આ ફિલ્મને આખા દેશમાંથી જબરજસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ઓપનિંગ ડે પર ફિલ્મે રૂપિયા 11.7 કરોડની શાનદાર કમાણી કરી છે.
સિતારે ઝમીન પર
લાંબો સમય રાહ જોયા બાદ આમિર ખાનની સિતારે ઝમીન પર આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, અને આ કોઈ ઉત્સવથી ઓછું નથી લાગી રહ્યું. વર્ષ 2007ની ક્લાસિક તારે ઝમીન પરની સ્પિરિચ્યુઅલ સીક્વલ કહેવાતી આ ફિલ્મના જાહેરાતની સાથે જ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ એક પ્રેરણાદાયક અને હ્રદયસ્પર્શી કહેવાતી વાર્તા છે, અને ખાસ વાત એ પણ છે કે આ ફિલ્મમાં આમિર ખાનની સાથે 10 નવા ચહેરાઓની પણ ધમાકેદાર લૉન્ચિંગ થઈ રહી છે, જેણે રિલીઝને લઈને માહોલ વધુ ગરમાવી દીધો છે.
હવે જ્યારે ફિલ્મ સિતારે ઝમીન પર મોટા પડદે રિલીઝ થઈ ચૂકી છે, ત્યારે આ ફિલ્મને આખા દેશમાંથી જબરજસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ઓપનિંગ ડે પર ફિલ્મે રૂપિયા 11.7 કરોડની શાનદાર કમાણી કરી છે. પૉઝિટિવ રિવ્યૂઝ અને માઉથ-ઑફ-વર્ડને કારણે આ ફિલ્મને લઈને દર્શકોમાં હજી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમ-જેમ વીકએન્ડ નજીક આવી રહ્યું છે, આશા કરવામાં આવી રહી છે કે ફિલ્મની કમાણી વધુ ઝડપી ગતિએ થશે એવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
આમિર ખાન પ્રૉડક્શન્સ ગર્વથી રજૂ કરે છે 10 રાઈઝિંગ સિતારે અરૂષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સમ્વિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભણસાલી, આશીષ પેંડસે, ઋષિ શાહાની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર. આર. એસ. પ્રસન્ના દ્વારા નિર્દેશિત, જેમણે પહેલા બેરિયર તોડનારી બ્લૉકબસ્ટર `શુભ મંગલ સાવધાન` બનાવી હતી, હવે આમિર ખાન પ્રૉડક્શન્સ સાથે `સિતારે ઝમીન પર`માં સૌથી મોટા કૉલેબરેશન સાથે કમબૅક કરી રહ્યા છે.
આમિર ખાન પ્રૉડક્શન્સના બેનર હેઠળ બનેલી `સિતારે ઝમીન પર`માં આમિર ખાન અને જેનિલિયા દેશમુખ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના ગીત અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે અને મ્યૂઝિક શંકર-એહસાન-લૉયે આપ્યું છે. આનું સ્ક્રીનપ્લે દિવ્ય નિધિ શર્માએ લખ્યું છે. આ ફિલ્મને આમિર ખાન અને અપર્ણા પુરોહિતે રવિ ભાગચંદકા સાથે પ્રૉડ્યૂસ કરી છે. આર. એસ. પ્રસન્નાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 20 જૂન 2025ના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.
નોંધનીય છે કે, સેન્સર બોર્ડના સકંજામાં ફસાયેલી આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ને આખરે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ખાસ વાત એ છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મને કોઈ કટ વગર થિયેટરમાં રિલીઝ કરવાની મંજૂરી આપી છે. આ ફિલ્મને આ મંજૂરી મેળવતાં પહેલાં કેટલીક અડચણોનો સામનો કરવો પડ્યો હતો. CBFC દ્વારા ફિલ્મમાં બે ફેરફારો કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું, જેના પછી ફિલ્મની રિલીઝને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ હતી. આમિર ખાન અને તેમની ટીમે પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો અને સ્પષ્ટ કર્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ અને રજૂઆત પર ખૂબ વિચારપૂર્વક કામ કરવામાં આવ્યું છે. આખરે બોર્ડે કોઈ કટ વગર ફિલ્મને પાસ કરી દીધી છે.

