ધરમશાલાના મૅકલોડગંજમાં ૧૪મા દલાઈ લામાની ૯૦મા વર્ષગાંઠની ઉજવણીનું સપ્તાહ ગઈ કાલે શરૂ થઈ ગયું છે ત્યારે એવી સંભાવના છે કે દલાઈ લામા તેમના ઉત્તરાધિકારીની ઘોષણા કરે
તિબેટના ધર્મગુરુ દલાઈ લામાની ૬ જુલાઈએ ૯૦મી વર્ષગાંઠ ઊજવાશે.
તિબેટના ધર્મગુરુ દલાઈ લામાની ૬ જુલાઈએ ૯૦મી વર્ષગાંઠ ઊજવાશે. જોકે તિબેટના કૅલેન્ડર મુજબ તેમનો જન્મદિવસ આજે છે. ધરમશાલાના મૅકલોડગંજમાં ૧૪મા દલાઈ લામાની ૯૦મા વર્ષગાંઠની ઉજવણીનું સપ્તાહ ગઈ કાલે શરૂ થઈ ગયું છે ત્યારે એવી સંભાવના છે કે દલાઈ લામા તેમના ઉત્તરાધિકારીની ઘોષણા કરે. દલાઈ લામાએ તેમના પુસ્તક ‘વૉઇસ ફૉર વૉઇસલેસ’માં લખ્યું હતું કે હવે મારા ઉત્તરાધિકારીએ ચીનની બહાર જન્મ લીધો હશે અને શક્ય છે કે એ ભારત દેશનો હોય. આ વિધાન અને નવા ઉત્તરાધિકારીની જાહેરાતની સંભાવનાને કારણે વધુ કુતૂહલ જામ્યું છે.

