ખાસ વાત એ છે કે મમ્મી બન્યા પછી કૅટરિનાની ઝલક પહેલી વખત જોવા મળી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કૅટરીના કૈફ અને વિકી કૌશલને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું પાવર-કપલ માનવામાં આવે છે. બન્નેએ ૨૦૨૧માં ૯ ડિસેમ્બરે ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. આ વર્ષે તેમનાં લગ્નને ૪ વર્ષ પૂરાં થયાં છે. તેમની આ વેડિંગ-ઍનિવર્સરી ખાસ એટલા માટે પણ છે કારણ કે આ વર્ષે ૭ નવેમ્બરે બન્ને દીકરાનાં માતા–પિતા બન્યાં છે. આ ખાસ અવસર પર વિકીએ પત્ની કૅટરીના માટે એક સુંદર તસવીર પોસ્ટ કરીને ખાસ સ્ટાઇલમાં ચોથી ઍનિવર્સરીની ખુશી વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે મમ્મી બન્યા પછી કૅટરિનાની ઝલક પહેલી વખત જોવા મળી છે.
વિકીએ પોતાની પોસ્ટમાં કૅપ્શન લખી છે કે ‘આજનો ખાસ દિવસ ઊજવી રહ્યાં છીએ. હું ખૂબ ખુશ છું, ખૂબ આભારી છું અને થોડી ઊંઘની કમી છે. અમારી ચોથી વેડિંગ-ઍનિવર્સરીને ઘણી શુભેચ્છાઓ.’


