સોનુ નિગમે સર્જરી દરમિયાનનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે સર્જરી ટેબલ પર ‘સુહાની રાત ઢલ ચૂકી’ ગીત ગાતા જોવા મળે છે. ફૅન્સે તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
સોનુ નિગમ
સોનુ નિગમે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે હૉસ્પિટલના સર્જરી ટેબલ પર સૂતેલો છે અને ડૉક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે. આ દરમ્યાન સોનુ ૭૭ વર્ષ જૂનું ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી’ ગાતો જોવા મળે છે. આ ગીત ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘દુલારી’નું છે. આ ફિલ્મમાં મધુબાલા લીડ રોલમાં હતી અને મોહમ્મદ રફીએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો.
વિડિયો સાથે સોનુએ લખ્યું હતું, ‘મારી સર્જરી દરમ્યાન ડૉક્ટર નિલેશ સતભાઈ અને તેમની ટીમ માટે આપેલો પર્ફોર્મન્સ. દર્દ વચ્ચે ગાવું... સંગીતનો આનંદ.’આ વિડિયો પર ફૅન્સે હાર્ટ ઇમોજી શૅર કરી છે. જોકે આ સાથે જ ફૅન્સે સિંગરની તબિયત વિશે પણ પૂછ્યું અને તે ઝડપથી સાજો થઈ જાય એવી પ્રાર્થના કરી.
