રિપોર્ટ પ્રમાણે સોનુએ ખરીદેલી જમીન ૭૭૭ સ્ક્વેર યાર્ડ વિસ્તાર ધરાવે છે
સોનુ સૂદ દીકરા ઈશાન સાથે
સોનુ સૂદે દીકરા ઈશાન સૂદ સાથે પનવેલના શિરડોન ખાતે ૧.૦૫ કરોડ રૂપિયાની કિંમતની જમીનની ખરીદી કરી છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો પ્રમાણે આ ડીલ ઑક્ટોબર મહિનામાં થયેલી છે. રિપોર્ટ પ્રમાણે સોનુએ ખરીદેલી જમીન ૭૭૭ સ્ક્વેર યાર્ડ વિસ્તાર ધરાવે છે અને આ ડીલ માટે ૬.૩ લાખ રૂપિયા જેટલી સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવામાં આવ્યો છે.

