આમિર ખાને આ વાત કન્ફર્મ કરીને કહ્યું કે આ મામલે હજી સુધી મારો કોઈ જ સંપર્ક કરવામાં નથી આવ્યો
`3 ઇડિયટ્સ`નો એક સીન
થોડા સમય પહેલાં ચર્ચા હતી કે આમિર ખાન, આર. માધવન અને શર્મન જોશીની સુપરહિટ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલ ‘ફોર ઇડિયટ્સ’ના નામે બની રહી છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ ‘3 ઇડિયટ્સ’ની સીક્વલ બનવાની વાત ખોટી છે અને આ વાત આર. માધવન અને આમિર ખાને કન્ફર્મ કરી છે. આ મામલે વાત કરતાં આર. માધવને કહ્યું છે, ‘3 ઇડિયટ્સ’ની સીક્વલની વાત સાંભળવામાં તો અદ્ભુત લાગે છે, પરંતુ હવે અમે એમાં કઇ રીતે ફિટ થઇએ? હું, આમિર અને શર્મન તો ઘણી ઉંમરના થઈ ગયા છીએ, એટલે આ સીક્વલમાં ફિટ નહીં બેસીએ અને મારી પાસે આવી કોઈ ઑફર પણ નથી આવી.’
‘3 ઇડિયટ્સ’ની સીક્વલ વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે મને આ સીક્વલમાં કરવાની ખૂબ મજા આવશે, પરંતુ હજી સુધી કોઈએ એના માટે મારો સંપર્ક નથી કર્યો એટલે હાલમાં તો આવી કોઈ સીક્વલ નથી બની રહી.


