સુનીતાના આ નવા લુકમાં તેની હેર-સ્ટાઇલે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું છે. મોટા ભાગે બાંધેલા વાળમાં જોવા મળતી સુનીતાએ પોતાના વાળને નવી રીતે સ્ટાઇલ કર્યા છે અને આ વ્યવસ્થિત રીતે સેટ કરેલા તેના વાળ ચહેરા પર ખૂબ જ શોભી રહ્યા છે.
સુનીતા આહુજા
ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાના સંબંધોમાં ચાલી રહેલા વિવાદની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલે છે, પણ આ બધાની વચ્ચે સુનીતા પોતાની જિંદગી માણી રહી છે. હાલમાં સુનીતાએ સોશ્યલ મીડિયામાં તેના બદલાયેલા લુકનો વિડિયો પોસ્ટ કર્યો છે. સુનીતા પોતાના આ નવા લુકમાં અત્યંત સ્ટાઇલિશ અને ગ્લૅમરસ અંદાજમાં જોવા મળી રહી છે.