આ બધું કરવાની ગોવિંદાની ઉંમર નથી, પણ જ્યાં સુધી હું તેને રંગેહાથ નહીં પકડું ત્યાં સુધી કંઈ નહીં બોલું
					
					
પતિનું મરાઠી ઍક્ટ્રેસ સાથે અફેર છે એવી ચર્ચા વિશે સુનીતા આહુજા કહે છે...
થોડા મહિના પહેલાં ચર્ચા હતી કે ગોવિંદા અને પત્ની સુનીતા આહુજા ડિવૉર્સ લેવાનાં છે. એ સમયે એવી ચર્ચા હતી કે ગોવિંદાનું એક મરાઠી ઍક્ટ્રેસ સાથે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે જેના કારણે તે ડિવૉર્સ લેવાનો છે. આ ચર્ચાના લાંબા સમય પછી હવે સુનીતાએ ગોવિંદાના લગ્નેતર સંબંધોની ચર્ચા પર પ્રતિક્રિયા આપી છે.
સુનીતાએ પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘મેં પણ આ વાત સાંભળી છે, પરંતુ જ્યાં સુધી હું તેને મારી પોતાની આંખોથી ન જોઉં અથવા ગોવિંદાને રંગેહાથ ન પકડું ત્યાં સુધી હું આ મામલે કંઈ જાહેર નથી કરી શકતી. મેં સાંભળ્યું કે કોઈ મરાઠી ઍક્ટ્રેસ છે, પણ આ બધું કરવાની તેની ઉંમર નથી. હવે ગોવિંદાએ દીકરીને સેટલ કરવાનું વિચારવું જોઈએ, યશની કરીઅર છે, પણ મને અફવાઓ સંભળાઈ રહી છે. મેં મીડિયાને એમ પણ કહ્યું છે કે જ્યારે પણ હું બોલીશ ત્યારે હું સાચું બોલીશ અને ખુલ્લેઆમ કહીશ. હું પોતે મીડિયાને આમંત્રણ આપીશ અને આ વાતનો સ્વીકાર કરીશ.’
		        	
		         
        

