સની દેઓલ અને અક્ષય ખન્ના ‘બૉર્ડર’ પછી હવે ફરી એકસાથે જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ બન્ને સ્ટાર્સ એક ઍક્શન થ્રિલરમાં સાથે જોવા મળશે. તેમની સાથે સંજીદા શેખ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી દેખાશે.
OTT પર સની દેઓલ અને અક્ષય ખન્ના ઍક્શન થ્રિલરમાં એકસાથે
સની દેઓલ અને અક્ષય ખન્ના ‘બૉર્ડર’ પછી હવે ફરી એકસાથે જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ બન્ને સ્ટાર્સ એક ઍક્શન થ્રિલરમાં સાથે જોવા મળશે. તેમની સાથે સંજીદા શેખ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી દેખાશે. મળતી માહિતી પ્રમાણે આ એક OTT પ્રોજેક્ટ હશે અને ફિલ્મ સંપૂર્ણ રીતે ડિજિટલ દર્શકોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહી છે. આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે, પણ હજી સુધી એની વાર્તા વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ ફિલ્મની વાર્તામાં ઍક્શન, ઇમોશનલ ડ્રામા અને મિસ્ટરી હશે તેમ જ એના ડિરેક્શનની જવાબદારી સિદ્ધાર્થ પી. મલ્હોત્રાને સોંપવામાં આવી છે.


