બટવારા 1947ના ટ્રેલર-લૉન્ચમાં ધર્મેન્દ્રને યાદ કરીને સની દેઓલની આંખોમાં આવી ગયાં આંસુ
સની દેઓલ અને ધર્મેન્દ્ર
આમિર ખાન પ્રોડક્શન્સની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન સની દેઓલ ઇમોશનલ થઈ ગયો હતો અને પિતા ધર્મેન્દ્રને યાદ કરીને તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ ધર્મેન્દ્ર સાથે જોડાયેલી યાદો શૅર કરતાં સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો. કાર્યક્રમ દરમ્યાન રાજકુમાર સંતોષીએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રે ફિલ્મ વિશે ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને તેમને વિશ્વાસ હતો કે આ ફિલ્મ દર્શકોનાં દિલ સુધી પહોંચશે.
આ પછી સની દેઓલે કહ્યું કે તે આજે પણ પોતાના પિતાને ખૂબ યાદ કરે છે. પોતાની લાગણી વ્યક્ત કરતા સનીની આંખમાં આંસુ આવી ગયાં હતાં અને આ હાલતમાં તેણે કહ્યું હતું કે ‘હું પાપાને ખૂબ યાદ કરું છું. તેઓ હંમેશાં મારી સાથે રહે છે અને તેમના આશીર્વાદ જ મને આગળ વધવાની શક્તિ આપે છે.’
