શુભ્રા અને ઑબેરૉય રિયલ્ટી વચ્ચે આ પ્રૉપર્ટીની ડીલ નવેમ્બરમાં થઈ હતી
સુસ્મિતા સેન
સુસ્મિતા સેનની મમ્મી શુભ્રા સેને ગોરેગામ-ઈસ્ટમાં ઑબેરૉય રિયલ્ટીના એલિસિયા પ્રોજેક્ટમાં ૧૭ કરોડ રૂપિયામાં બે વૈભવી ફ્લૅટની ડીલ કરી છે. રિપોર્ટ પ્રમાણે આ સોદો ગયા મહિને કરવામાં આવ્યો હતો. શુભ્રા સેન જ્વેલરી ડિઝાઇનર છે. આ બન્ને ફ્લૅટ એક જ બિલ્ડિંગમાં છે.
શુભ્રા અને ઑબેરૉય રિયલ્ટી વચ્ચે આ પ્રૉપર્ટીની ડીલ નવેમ્બરમાં થઈ હતી. એક ફ્લૅટની કિંમત ૮.૪૦ કરોડ રૂપિયા છે, જ્યારે બીજા ફ્લૅટની કિંમત ૮.૪૯ કરોડ રૂપિયા છે. બન્ને ફ્લૅટનો એરિયા ૧૭૬૦ ચોરસ ફુટ છે. મળતી માહિતી પ્રમાણે ૮.૪૦ કરોડના ફ્લૅટ માટે ૪૨.૦૨ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જના ચૂકવાયા હતા, જ્યારે ૮.૪૯ કરોડના ફ્લૅટ માટે ૪૨.૪૯ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જના ચૂકવાયા હતા.


