ઇરફાન ખાનની પત્ની સુતપાએ પતિ પર લખાયેલા પુસ્તકની વિગતો શૅર કરી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દિવંગત ઍક્ટર ઇરફાન ખાનની પત્ની સુતપાએ દિવાળીના દિવસે સોશ્યલ મીડિયા પર એક સ્ટોરી શૅર કરીને ઇરફાન પર લખાયેલા એક નવા પુસ્તકની વિગતો શૅર કરી છે. આ સ્ટોરી સાથે કૅપ્શન લખી છે, ‘આ દિવાળીની સૌથી સાર્થક ભેટ છે.’
ઇરફાન ખાન પર એક પુસ્તક અનુપ સિંહે લખ્યું છે જેનું નામ છે ‘ઇરફાન - ડાયલૉગ્સ વિથ ધ વિન્ડ’. આ પુસ્તકની પ્રસ્તાવના અમિતાભ બચ્ચને લખી છે અને આ જ પુસ્તકનું કવર સુતપાએ પોતાની સ્ટોરી પર શૅર કર્યું છે. આ પુસ્તકમાં ફિલ્મમેકર અનુપ સિંહે ઇરફાન સાથેની મિત્રતા, વ્યાવસાયિક સંબંધો વિશે લખ્યું છે. આ પુસ્તક ઇરફાન ખાનના જીવન વિશે તેમ જ અભિનયના સફર વિશે જણાવે છે.


