Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાપસી પન્નુએ સોશ્યલ મીડિયામાં હાથ જોડીને તેની અસ્સી જોવાની અપીલ કરી

તાપસી પન્નુએ સોશ્યલ મીડિયામાં હાથ જોડીને તેની અસ્સી જોવાની અપીલ કરી

Published : 28 February, 2026 02:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૨૦ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી પણ રિપોર્ટ પ્રમાણે એ ખાસ બિઝનેસ નથી કરી શકી. 

તાપસી પન્નુ

તાપસી પન્નુ


તાપસી પન્નુએ સોશ્યલ મીડિયામાં દર્શકોને પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘અસ્સી’ જોવાની અપીલ કરી છે. આ ફિલ્મ ૨૦ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી પણ રિપોર્ટ પ્રમાણે એ ખાસ બિઝનેસ નથી કરી શકી. 

સોશ્યલ મીડિયા પર પોતાનો વિડિયો શૅર કરીને તાપસીએ લખ્યું હતું કે ‘અસ્સી’ માટે મને ઘણા પ્રેમભરા રિવ્યુ મળ્યા છે. તેણે કહ્યું હતું કે ‘જો આટલા બધા લોકો આટલી લાગણી અને ઊંડાણથી લખી રહ્યા છે તો કદાચ એમાં કંઈક ખાસ હશે. જો તમને લાગે કે આ ફિલ્મ જોવી જોઈએ તો જરૂર એક વખત જુઓ. કદાચ આ ફિલ્મ તમારી સાથે પણ વાત કરશે. આ ફિલ્મ થોડી અસ્વસ્થ કરી શકે છે, પરંતુ લાંબા સમય સુધી યાદ રહેશે. જો તમને ફિલ્મ ગમે કે ન ગમે, કૃપા કરીને લખશો. હું જરૂર વાંચીશ. આ વીક-એન્ડમાં સમય કાઢીને ફિલ્મને એક મોકો આપજો.’



‘અસ્સી’ એક કોર્ટરૂમ-ડ્રામા છે જેમાં શિક્ષિકા પરિમા (કાની કુસરુતિ) પર થયેલા નિર્દય ગૅન્ગરેપ પછી ન્યાય માટેની લડત દર્શાવવામાં આવી છે. તાપસી ફિલ્મમાં પરિમાની વકીલ રાવીની ભૂમિકામાં છે જે ન્યાય માટે અવિરત સંઘર્ષ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK