અજય દેવગનની ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અજય દેવગનની ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે
અજય દેવગનની ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમ્યાન ફ્રૅન્ચાઇઝીમાં નવા કલાકારો તરીકે જોડાયેલા જયદીપ અહલાવત અને પ્રકાશ રાજ વિશે અભિનેત્રી તબુએ પોતાની લાગણી વ્યક્ત કરી છે. તબુએ બન્ને કલાકારો સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને તેમને ટૅગ કરીને નાનો પણ ખાસ મેસેજ લખ્યો હતો.
જયદીપ અહલાવત અને પ્રકાશ રાજ તાજેતરમાં રિલીઝ થયેલી ‘દૃશ્યમ’ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ સાથે જોડાયા છે જ્યારે તબુ પહેલેથી જ આ ફ્રૅન્ચાઇઝીનો મહત્ત્વનો હિસ્સો રહી છે. બન્ને કલાકારો સાથેની તસવીરો શૅર કરતાં તબુએ લખ્યું હતું કે ‘આ દુનિયાનો હિસ્સો બનવા બદલ આભાર.’
