Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાઇરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટ સામે કડક વલણ અપનાવીને કેન્દ્ર સરકારે ટેલિગ્રામને મોકલી નોટિસ

પાઇરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટ સામે કડક વલણ અપનાવીને કેન્દ્ર સરકારે ટેલિગ્રામને મોકલી નોટિસ

Published : 05 July, 2026 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ટેલિગ્રામ સરકાર દ્વારા દરેક પાઇરસી ચૅનલની અલગ-અલગ ઓળખ થાય એની રાહ જોઈને બેસી રહી શકે નહીં.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકારે મેસેજિંગ ઍપ ટેલિગ્રામને નોટિસ પાઠવીને એના પ્લૅટફૉર્મ પર પાઇરેટેડ ફિલ્મો, OTT કન્ટેન્ટ અને અન્ય ઑડિયો-વિઝ્યુઅલ સામગ્રીના વ્યાપક પ્રસાર પર કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતાની નોટિસમાં ટેલિગ્રામ પાસે ૧૫ દિવસની અંદર લેવાયેલાં પગલાંનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. મંત્રાલયે ટેલિગ્રામને યાદ અપાવ્યું છે કે કૉપીરાઇટનું ઉલ્લંઘન માત્ર નાગરિક કાયદાનો ભંગ નથી; કૉપીરાઇટ ઍક્ટ, ૧૯૫૭ અને સિનેમૅટોગ્રાફ ઍક્ટ, ૧૯૫૨ હેઠળ એક ફોજદારી ગુનો પણ છે.

આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે ‘મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ટેલિગ્રામ સરકાર દ્વારા દરેક પાઇરસી ચૅનલની અલગ-અલગ ઓળખ થાય એની રાહ જોઈને બેસી રહી શકે નહીં. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો પાઇરેટેડ કન્ટેન્ટ સતત ઉપલબ્ધ રહેશે, નિયમોનું પાલન ટાળવામાં આવશે અથવા અધૂરો જવાબ આપવામાં આવશે તો લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી શકે છે. સરકારનું આ પગલું ભારતની ક્રીએટર ઇકૉનૉમી, ફિલ્મઉદ્યોગ, બ્રૉડકાસ્ટર્સ, OTT પ્લૅટફૉર્મ્સ, નિર્માતાઓ અને વિતરકોના હિતોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK