Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શરીર પર પેટ્રોલ અને મોઢામાં સિગારેટ

શરીર પર પેટ્રોલ અને મોઢામાં સિગારેટ

Published : 29 January, 2025 08:31 AM | Modified : 29 January, 2025 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાંઝણા’ની સીક્વલ તેરે ઇશ્ક મેંમાં ક્રિતીનો ડેન્જરસ ફર્સ્ટ લુક- ક્રિતીની આ ફિલ્મ ૨૮ નવેમ્બરે વર્લ્ડવાઇડ હિન્દી અને તામિલમાં રિલીઝ થશે.

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


૨૦૧૩માં  રિલીઝ થયેલી સુપરહિટ ‘રાંઝણા’ પછી હવે આનંદ એલ. રાય, ધનુષ અને એ. આર. રહમાન એની સીક્વલ ‘તેરે ઇશ્ક મેં’ લઈને આવી રહ્યા છે. એમાં ધનુષ લીડ ઍક્ટર તરીકે અને લીડ ઍક્ટ્રસ તરીકે ક્રિતી સૅનન જોવા મળશે. ‘રાંઝણા’ની જેમ ‘તેરે ઇશ્ક મેં’ પણ એકતરફી પ્રેમની જ વાત છે, પણ અભિગમ સાવ અલગ છે. આ ફિલ્મમાં એ. આર. રહમાનના શાનદાર સાઉન્ડ-ટ્રૅક સાથે ઇર્શાદ કામિલનાં ગીતો છે. હાલમાં આ ફિલ્મનું લેટેસ્ટ ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની હિરોઇન તરીકે ક્રિતી સૅનનના પાત્ર મુક્તિનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો. આ ફર્સ્ટ લુકમાં મુક્તિના જટિલ પાત્રની ઇન્ટેન્સિટી બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે.


થોડા દિવસ પહેલાં આ ફિલ્મમાં ધનુષે ભજવેલા શંકરના પાત્રનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો જેણે દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું અને હવે ક્રિતીનો શાનદાર લુક ‘તેરે ઇશ્ક મેં’ને અલગ જ સ્તરે લઈ જાય છે. ક્રિતી તેના ફર્સ્ટ લુકમાં પોતાના પર પેટ્રોલ છાંટીને મોઢામાં સિગારેટ દબાવીને ખતરનાક અવતારમાં જોવા મળે છે. તે આ વિડિયોમાં કહે છે, ‘મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે, પણ એ જરૂરી નથી કે હું પણ તારા પ્રેમમાં પડી જાઉં. તું આખા શહેરને તારા આતંકમાં સપડાવે છે. એ જરૂરી નથી કે હું પણ પીડા અનુભવું. તું મને ડરાવી શકે છે, પણ એ જરૂરી નથી કે હું ડરી જાઉં. તું શિવાલય પર માથા પછાડે, પણ મુક્તિ મળે જ એ જરૂરી તો નથીને...’


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2025 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK