ખેડૂતોનું કહેવું છે કે દિલજિતે અગાઉ તેમના માટે જાહેર કરેલો સપોર્ટ વડા પ્રધાન સાથેની આ મુલાકાતને લીધે નબળો પડી ગયો છે
દિલજિત દોસંજ અને નરેન્દ્ર મોદી
દિલજિત દોસાંઝે ૨૦૨૫ની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કરી, પણ એને લીધે કેટલાય સમયથી આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓ નારાજ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે દિલજિતે અગાઉ તેમના માટે જાહેર કરેલો સપોર્ટ વડા પ્રધાન સાથેની આ મુલાકાતને લીધે નબળો પડી ગયો છે. દિલજિતે નરેન્દ્ર મોદીને મળીને કહ્યું હતું કે અગાઉ મેં ફક્ત વાંચ્યું હતું કે મેરા ભારત મહાન, પણ જ્યારે હું દેશભરમાં ફર્યો ત્યારે ખબર પડી કે આપણે આવું શા માટે કહીએ છીએ.