શહનાઝ ગિલને સુપરહીરો કૅપ્ટન અમેરિકાએ ડરાવી દીધી હતી. એની નાનકડી ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે
ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી
શહનાઝ ગિલને સુપરહીરો કૅપ્ટન અમેરિકાએ ડરાવી દીધી હતી. એની નાનકડી ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં દેખાય છે કે શહનાઝના હાથમાં પીત્ઝાનું બૉક્સ છે અને અચાનક કૅપ્ટન અમેરિકાના કૉસ્ચ્યુમમાં આવીને એક વ્યક્તિ મજાકિયા અંદાજમાં તેના બૉક્સમાંથી પીત્ઝાની સ્લાઇસ લેવાનો પ્રયાસ કરે છે. અચાનક તેને સામે જોઈને શહનાઝને સમજમાં નથી આવતું અને તે ચોંકી જાય છે. બાદમાં એ વ્યક્તિએ તેની માફી માગી લીધી હતી. શહનાઝે તેની અમેરિકાની ટ્રિપના કેટલાક ફોટો અને વિડિયો-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.
એકલી ડિનર પર નીકળી દીપિકા
ADVERTISEMENT
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બરમાં પેરન્ટ્સ બનવાનાં છે. મૉમ-ટુ-બી દીપિકા ગુરુવારે રાતે મુંબઈની રેસ્ટોરાંમાં ડિનર માટે ગઈ હતી અને એ પણ એકલી. ગ્રીન આઉટફિટમાં તેનું બેબી-બમ્પ સ્પષ્ટ દેખાતું હતું. અગાઉ તે તેના પેરન્ટ્સ સાથે ડિનર માટે રેસ્ટોરાંમાં ગઈ હતી. એ વખતે પણ રણવીર તેની સાથે નહોતો. હવે ફરીથી દીપિકા ડિનર માટે ગઈ ત્યારે પણ હસબન્ડ રણવીર તેની સાથે નહોતો. દીપિકાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે તેને જોઈને લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે આગળ આવે છે. તે હસતા ચહેરા સાથે ફોટો ક્લિક કરાવે છે. એ વખતે હાજર તેનો બૉડીગાર્ડ તેનું ખાસ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. તે ખૂબ કાળજીપૂર્વક દીપિકાને કાર સુધી લઈ જતો જોવા મળ્યો હતો.
ફોટોગ્રાફર પર ભડકી તાપસી, આપ મુઝે ડરા રહે હૈં
તાપસી પન્નુ ગુરુવારે રાતે ફોટોગ્રાફર પર ભડકી ગઈ હતી જ્યારે તેનો ફોટો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર તેની એકદમ નજીક આવી ગયો હતો. તાપસીની ફિલ્મ ‘ફિર આઇ હસીન દિલરૂબા’ નેટફ્લિક્સ પર ગઈ કાલથી દેખાડવામાં આવી રહી છે. એ પહેલાં આ ફિલ્મનું ગુરુવારે મુંબઈમાં સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ફિલ્મ જોયા બાદ તે જ્યારે બહાર નીકળી તો ફોટોગ્રાફર્સ ઍક્ટર્સને પોતાના કૅમેરામાં કેદ કરવા માટે તૈયાર જ ઊભા હતા. એ વખતે એક ફોટોગ્રાફર તાપસીનો ફોટો ક્લિક કરવા માટે તેની નજીક આવી જતાં તે ખૂબ રોષે ભરાઈ હતી. તાપસીએ ભડકતાં તેને કહ્યું કે ‘આપ ચડીએ મત. ઇતના નઝદીક આકર તો આપ મુઝે ડરા રહે હૈં.’ બાદમાં તે પોતાની કાર તરફ જાય છે અને ત્યાં હાજર અન્ય ફોટોગ્રાફર્સ તે ફોટોગ્રાફરને તાપસીની માફી માગવા કહે છે. તાપસી તેને થૅન્ક યુ કહીને પછી નીકળી જાય છે.
૩૮ વર્ષની થયેલી કર્માની યાદો તાજી કરી અનિલ કપૂરે
સુભાષ ઘઈની ફિલ્મ ‘કર્મા’ને ૩૮ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે જૅકી શ્રોફ અને અનિલ કપૂરે એની સાથે જોડાયેલી જૂની યાદો તાજી કરી હતી. ૧૯૮૬ની ૮ ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મમાં દિલીપકુમાર, નૂતન, નસીરુદ્દીન શાહ, શ્રીદેવી, પૂનમ ઢિલ્લન અને અનુપમ ખેર જોવા મળ્યાં હતાં. આ ઍક્શન-થ્રિલર ફિલ્મના સેટ પરના ફોટો અનિલ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા અને બૅકગ્રાઉન્ડમાં ફિલ્મનું ‘મેરા કર્મા તૂ’ ગીત મૂક્યું હતું.
સિટાડેલ 2ની તૈયારીઓ શરૂ કરી પ્રિયંકાએ : સિરીઝ માટે બદલ્યો આંખનો કલર
પ્રિયંકા ચોપડાએ તેની આગામી વેબ-સિરીઝ ‘સિટાડેલ 2’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એની માહિતી તેણે ઇન્સ્ટાસ્ટોરી પર આપી છે. આ શો માટે પ્રિયંકાની આંખનો કલર મધ જેવો રાખવામાં આવ્યો છે. તેની આ સિરીઝનો પહેલો ભાગ ગયા વર્ષે ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે એના બીજા પાર્ટમાં પણ પ્રિયંકા જોવા મળવાની છે. એક નાનકડી વિડિયો-ક્લિપ શૅર કરીને પ્રિયંકા કહી રહી છે કે ‘‘સિટાડેલ’ માટે મારી આંખનો આ નવો કલર છે, તમારું શું માનવું છે?’ એ ક્લિપને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી, પ્રાઇમ પર આવનાર ‘સિટાડેલ’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.