° °

આજનું ઇ-પેપર
Thursday, 02 December, 2021


Total Timepass: સેલેબ્સ પહોંચ્યા વેક્સિનેશન ડ્રાઇવમાં, રામ કપૂરે લીધી પોર્શ તથા બીજા બૉલિવૂડ સમાચાર

14 July, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલિવુડના રસપ્રદ સમાચાર વાંચો એક ક્લિકમાં, રામ કપૂરની કાર તો સેલિબ્રિટીઝનું વેક્સિનેશન ડ્રાઇવ

મોંઘી દાટ પોર્શ સાથે રામ કપૂર

મોંઘી દાટ પોર્શ સાથે રામ કપૂર

૧.૮ કરોડની પૉર્શ ખરીદી રામ કપૂરે

રામ કપૂરે હાલમાં જ ૧.૮ કરોડ રૂપિયાની પૉર્શ લક્ઝુરિયસ કાર ખરીદી છે. તેની પાસે પૉર્શ 911 કેબ્રિઓલેટ, મર્સિડીઝ એએમજી જી65, બીએમડબ્લ્યુ એક્સ5 જેવી ઘણી કાર છે. તેણે હવે પૉર્શ 911 કેરેરા એસ ખરીદી છે. આ કાર ઇન્ડિયામાં ૨૦૧૯માં ૧.૮૪ કરોડ રૂપિયાની કિંમતે લૉન્ચ કરવામાં આવી હતી. આ કારના ન્યુઝ રામ કપૂરે શૅર નહોતા કર્યા, પરંતુ પૉર્શ ઇન્ડિયાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ દ્વારા ફોટો શૅર કરીને આ ન્યુઝ આપવામાં આવ્યા હતા.

વૅક્સિનેશન ડ્રાઇવમાં સેલિબ્રિટીઝ


આદિત્ય રૉય કપૂર, અર્જુન કપૂર, મોહિત સૂરિ, આહના કુમરા અને દેવેન્દ્ર ફ્ડણવીસ ગઈ કાલે વૅક્સિનેશન ડ્રાઇવમાં જોવા મળ્યાં હતાં. બાંદરા વેસ્ટમાં આવેલા કાર્ટર રોડ એન્ડ પાસે ભામલા ફાઉન્ડેશન દ્વારા ૧૮થી વધુ ઉંમરની દરેક વ્યક્તિ માટે આ વૅક્સિનેશન ડ્રાઇવ રાખવામાં આવી હતી.   સમીર માર્કન્ડે

બેબી બમ્પ દેખાડતી એવલિન

એવલિન શર્માએ ગઈ કાલે તેનો બેમ્બી બમ્પ દેખાડતો ફોટો શૅર કર્યો હતો. એવલિને સિડનીના સર્જ્યન તુષાર ભિન્ડી સાથે લગ્ન કર્યાં હતાં. રવિવારે તેણે જાહેરાત કરી હતી કે તે બહુ જલદી મમ્મી બનવાની છે. બેબી બમ્પ સાથેનો ફોટો શૅર કરીને એવલિને કૅપ્શન આપી હતી કે ‘મારા ફોટોમાં પહેલી વાર લોકો મારા મોટા પેટનાં વખાણ કરી રહ્યા છે.’

 

14 July, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વિક્કી-કેટના લગ્નની શરતોથી પરેશાન મહેમાન લગ્નમાં જશે? એગ્રીમેન્ટ સાઈન કરવાથી...

શાહી લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.હોટેલ બુકિંગથી લઈને આઉટફિટ સિલેક્શન સુધી બધું જ થઈ ગયું છે.

01 December, 2021 06:40 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સની દેઓલ અને અમીષા પટેલે ફિલ્મ`ગદર 2`નું શૂટિંગ કર્યુ શરૂ, જુઓ તસવીર

20 વર્ષ બાદ સાથે જોવા મળ્યા તારા સિંહ અને સકીના

01 December, 2021 05:43 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ગીતકાર સીતારામ શાસ્ત્રીનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિરીવેનેલા સીતારામ શાસ્ત્રીનું મંગળવારે સાંજે ફેફસાના કેન્સરને કારણે નિધન થયું હતું.

01 December, 2021 05:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK