કૅટરિના કૈફ મમ્મી બન્યા બાદ સાડાત્રણ મહિના પછી પ્રથમ વાર જાહેરમાં જોવા મળી છે
કૅટરિના કૈફ
કૅટરિના કૈફ મમ્મી બન્યા બાદ સાડાત્રણ મહિના પછી પ્રથમ વાર જાહેરમાં જોવા મળી છે. કૅટરિના નજરે પડતાં જ ચાહકો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. કૅટરિનાએ ૭ નવેમ્બરે દીકરા વિહાનને જન્મ આપ્યો હતો. કૅટરિના પ્રેગ્નન્સી દરમ્યાન પણ ભાગ્યે જ જાહેરમાં જોવા મળી હતી. કૅટરિનાએ મમ્મી બન્યા પછી કોઈ નવા પ્રોજેક્ટ સાઇન નથી કર્યા અને તે સંપૂર્ણપણે દીકરાની સંભાળમાં વ્યસ્ત છે. હવે માતા બન્યા બાદ તે સંપૂર્ણપણે પુત્ર વિહાનની સંભાળમાં વ્યસ્ત છે. સાડાત્રણ મહિના પછી જાહેરમાં દેખાયેલી કૅટરિનાના ચહેરા પર માસ્ક હતો, પરંતુ તેનો ગ્લો સ્પષ્ટ દેખાતો હતો. કૅમેરા સામે આવતાં જ તેણે હાથ હલાવીને ફોટોગ્રાફર્સ સામે સ્માઇલ આપ્યું હતું. આ સમયે કારમાં તેની સાથે તેની પર્સનલ ફિટનેસ-ટ્રેઇનર યાસ્મિન કરાચીવાળા પણ હાજર હતી.
સાન્યા મલ્હોત્રાએ ફોટોગ્રાફર્સ સાથે ઊજવી ૩૪મી વર્ષગાંઠ, કંપની આપી ફાતિમા સના શેખે
ADVERTISEMENT

ગઈ કાલે સાન્યા મલ્હોત્રાની ૩૪મી વર્ષગાંઠ હતી. તેણે આ દિવસ ફોટોગ્રાફર્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો જેની તસવીર ચર્ચામાં છે. આ સમયે તેની ‘દંગલ’ની કો-સ્ટાર ફાતિમા સના શેખે તેને કંપની આપી હતી અને બન્નેએ સાથે તસવીરો ક્લિક કરાવી હતી.
મમતાએ ખાસ બહેનપણી દિવ્યા ભારતીને બાવનમી જન્મજયંતી પર યાદ કરી

નેવુંના દાયકાની લોકપ્રિય અભિનેત્રી દિવ્યા ભારતીના ફૅન્સની સંખ્યા આજે પણ ઘણી છે. ખૂબ જ ઓછા સમયમાં હિન્દી સિનેમાની સુપરસ્ટાર બનેલી દિવ્યાએ માત્ર ૧૯ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી હતી. ગઈ કાલે દિવ્યાની બાવનમી જન્મજયંતી હતી એટલે તેની ખાસ મિત્ર મમતા કુલકર્ણીએ સોશ્યલ મીડિયા પર દિવ્યા ભારતીની તેની સાથેની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરની કૅપ્શનમાં મમતાએ લખ્યું હતું કે ‘પોતાના સમયની સૌથી સુંદર અભિનેત્રી દિવ્યા ભારતીને જન્મદિવસની શુભેચ્છાઓ.’
