Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફી પેટે યશને ૫૦ કરોડ, કિઆરાને ૧૫ કરોડ અને નયનતારાને ૧૨ કરોડ રૂપિયા

ફી પેટે યશને ૫૦ કરોડ, કિઆરાને ૧૫ કરોડ અને નયનતારાને ૧૨ કરોડ રૂપિયા

Published : 23 February, 2026 12:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૉક્સિકના સ્ટાર્સને ફિલ્મ માટે આપવામાં આવેલી રકમનો ખુલાસો થયો

યશને લીડ રોલમાં ચમકાવતી ‘ટૉક્સિક’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે

યશને લીડ રોલમાં ચમકાવતી ‘ટૉક્સિક’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે


સાઉથના સુપરસ્ટાર યશને લીડ રોલમાં ચમકાવતી ‘ટૉક્સિક’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે ત્યારે હવે આ ફિલ્મના કલાકારોની ફી વિશેની માહિતી ચર્ચામાં આવી છે. આ ફિલ્મમાં લીડ રોલ કરી રહેલો યશ ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે. રિપોર્ટ પ્રમાણે તેણે આ ફિલ્મ માટે અંદાજે ૫૦ કરોડ રૂપિયાની ફી લીધી હોવાનું કહેવાય છે.

‘ટૉક્સિક’માં યશ સાથે અનેક અભિનેત્રીઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં નયનતારા ફિલ્મમાં ગંગા નામના પાત્રમાં જોવા મળશે અને આના માટે તેને લગભગ ૧૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ફિલ્મમાં કિઆરા અડવાણીને નાઝિયાના રોલ માટે  ૧૫ કરોડ રૂપિયા અને એલિઝાબેથનો રોલ કરવા માટે હુમા કુરેશીને લગભગ બે કરોડ રૂપિયા આવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. આ સિવાય ‘ટૉક્સિક’માં રુક્મિણી વસંતને મેલિયાનો રોલ કરવા માટે લગભગ ૩ કરોડ અને તારા સુતરિયાને રેબેકા તરીકે ઍક્ટિંગ કરવા માટે અંદાજે બેથી ત્રણ કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK