Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે થાણેના બિઝનેસમૅનને બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી મળી

હવે થાણેના બિઝનેસમૅનને બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી મળી

Published : 23 February, 2026 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦ કરોડ રૂપિયા માગ્યા અને પોલીસને જાણ કરવાની છૂટ પણ આપી

લૉરેન્સ બિશ્નોઈ

લૉરેન્સ બિશ્નોઈ


સેલિબ્રિટીઝને ધમકી મળ્યા બાદ બિઝનેસમેન, બિલ્ડરો અને રાજકારણીઓને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામે ધમકી મળવાની ફરિયાદ વધી ગઈ છે. બિશ્નોઈ ગૅન્ગનો સભ્ય હોવાનું કહીને થાણેના એક પ્રખ્યાત બિલ્ડર પાસેથી ૧૦ કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવા બદલ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

૬૦ વર્ષના બિઝનેસમૅને નૌપાડા પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ૧૧ ફેબ્રુઆરીએ જ્યારે તેઓ મધ્ય પ્રદેશમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે તેમને ઉપરાઉપરી વૉટ્સઍપ કૉલ આવ્યા હતા અને ૧૦ કરોડ રૂપિયા નહીં આપે તો મારવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ધમકી આપનારે કૉલ રેકૉર્ડ કરીને પોલીસને આપે તો એના માટે પણ તેઓ તૈયાર છે એવી દાદાગીરી પણ બતાવી હતી.



નૌપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અભય મહાજને જણાવ્યું હતું કે ઉદ્યોગપતિની ફરિયાદ, વૉટ્સઍપ કૉલ્સ અને ઑડિયો-ક્લિપ્સના આધારે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK